News

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ…

ગુજરાતમાં બ્રેક બાદ ફરીથી મેઘ સવારી આવી રહી છે.ફરીથી હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘો મન મૂકીને વરસશે.રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં સારા વરસાદને લઈને ખૂબ જ મહત્વની આગાહી કરવામાં આવી રહી છે.હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે.

હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં વરસાદની નવી લહેર શરૂ થવાની ખૂબ જ મહત્વની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યની અંદર આગામી 6 અને 7 તારીખે સાબરકાંઠા હિંમતનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.8મી પછી બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે.

બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર મધ્યમ નીચા દબાણની સંવર્ધક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ સાથે 7 થી 14 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, ખાસ કરીને નર્મદા અને તાપીના ભાગો સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 9 અને 10 તારીખે હળવા વરસાદની શક્યતાઓ અનુકૂળ છે.

ઓક્ટોબરમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, ખેડૂતો પણ ખુશ છે. હળવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. સક્રિય ભારે વરસાદની સિસ્ટમને કારણે, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતમાં ખૂબ સારા વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8, 9 અને 10 ઓગસ્ટ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ 5 ઈંચ અને ધ્રાંગધ્રામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદ અને ગઢડામાં 4 ઈંચ, સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો સરેરાશ 74.74 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સીઝનનો સૌથી વધુ 121 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 86.27 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 62, સૌરાષ્ટ્રમાં 67 ટકા વરસાદ ખાબક્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button