News

ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણી લો તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ…

ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને મોનસુન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટના રોજ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

રાજ્યના અરવલ્લી, મહિસાગર, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગરના વઢવામાં પાંચ ઈંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી છે. નીચાણવાળા વિસ્તારો અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદના કારણે ડેમોમાં પણ પુષ્કળ પાણી ભરાયા હતા.

છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 60થી વધુ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વડવાણમાં પાંચ ઈંચ, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ, બોટાદમાં ચાર ઈંચ, ઉનામાં ચાર ઈંચ, સુરતમાં ત્રણ ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જોટાણામાં અઢી ઈંચ, મંતરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. મોટાભાગના રાજ્યોમાં સિઝનના 74 ટકાથી વધુ વરસાદ થયો છે.

જ્યારે કચ્છમાં સરેરાશ 121% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.48 મીટરે પહોંચી છે. આ ડેમમાં કુલ પાણીનો જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ 24 ઈંચ વરસાદ ખાબકી ગયો છે, જેમાં કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button