જ્યારે પહેલી વખત સંબંધ બાંધ્યા બાદ મહિલાઓની યો-નિમાંથી લોહી નીકળે તો શું કરવું જોઈએ….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.
સામાન્ય રીતે સેક્સને લઇને લોકોના મનમાં અનેક સવાલો હોય છે. ખાસ કરીને સેક્સ માણવાનો આનંદ પણ કઇક અલગ હોય છે. જેને દરેક કપલ્સ આનંદ પૂર્વર માને છે. પરંતુ કેટલીક એવી વાતો હોય છે જેનાથી સેક્સ દરમિયાન આપણ ડરી જઇએ છીએ અને તે અંગે ખબર પડતી નથી.
સવાલ.હું ૪૧ વર્ષનો પરિણીત પુરુષ છું. મને બે બાળકો છે. લગ્નને પંદર વરસ થયાં છે. સમાગમનો સંતોષ મળે છે, પણ મારી પત્ની ક્યારેક સાથ નથી આપતી. મને મુખમૈથુન કરાવવું ખૂબ ગમે છે, પણ મારી પત્નીને એવું કરવું નથી ગમતું. તે સમાગમ કરવા તૈયાર છે, મને હસ્તમૈથુન પણ કરી આપે છે; પણ ઇન્દ્રિય મોમાં લેવાનું તેને નથી ગમતું.
ખેર, આ બાબતે ઝઘડા કરવાને બદલે મેં સમાધાન કરી લીધું છે, પણ શું તેનો અણગમો દૂર કરવાનો કોઈ રસ્તો ખરો? બીજું, મને વીર્યની ગંધથી ખૂબ એક્સાઇટમેન્ટ ફીલ થાય છે તો શું હું હસ્તમૈથુન કરીને પછી મારું જ વીર્ય પી શકું ખરો? હું પ્યુબર્ટી એજમાં હતો ત્યારથી મને આમ કરવાની ખૂબ ઇચ્છા થતી હતી, પણ ડરને કારણે કરી શકતો નહોતો. હવે મારી પત્ની પણ ટોકે છે કે એનાથી મને કોઈ ઇન્ફેક્શન લાગી જશે. શું આનાથી કોઈ આડઅસર થાય ખરી?
જવાબ.તમારી પત્નીને નૅચરલી જ મુખમૈથુન ન ગમતું હોય તો એને પરાણે ફોર્સ કરવાનું ઠીક નથી, પણ જો યોગ્ય સ્વચ્છતા ન હોવાને કારણે ચીતરી ચડતી હોય તો તમે એમાં ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો. રોજ દિવસમાં બે વાર ઇન્દ્રિયને સ્વચ્છ પાણીથી સાફ કરો. સવારે નાહતી વખતે સ્કિન પાછળ લઈને એની આસપાસ જમા થતો સફેદ મેલ દૂર કરો. આસપાસના વાળ કાપેલા રાખો. કદાચ આ બધાથી પત્નીનો અણગમો થોડોક દૂર થઈ શકે છે.
બીજું, મને લાગે છે કે તમે સમાગમ, પરસ્પરના સહવાસ અને પ્રેમચેષ્ટાઓમાંથી સુખ મેળવવાને બદલે વીર્યને મુખ્ય મુદ્દો બનાવીને નાહકની પરેશાની વહોરી રહ્યા છો. ઘણાં વષોર્થી જે ચીજ કરવાની ઇચ્છા દબાવી રાખી હોય એ સ્પ્રિંગની જેમ ઊછળે છે. મને લાગે છે કે તમે થોડાક દિવસ મનફાવે એ કરો.
તમારું જ વીર્ય પીવાથી તમને કોઈ મોટી તકલીફ કે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, સિવાય કે તમારા વીર્યમાં જ કોઈ ઇન્ફેક્શન હોય. થોડાક દિવસ તમારા મનની મુરાદ પૂરી કરી લેશો તો સમજાશે કે વીર્ય પીવા કરતાં એની કલ્પના જ વધુ સારી હતી. તમારા મનમાંથી ડંખ પણ નીકળી જશે.
સવાલ.અમારાં લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી મારી પત્નીનું માસિક ખૂબ જ અનિયમિત થઈ ગયું છે. ચાર-પાંચ મહિને એકાદ વાર આવે છે અને એને કારણે તેને સંભોગમાં પણ રસ નથી રહ્યો. હું ખૂબ કહું તો તે તૈયાર થાય છે, પણ ખૂબ જ પીડા થાય છે.
સમાગમ પછી બળતરા થાય છે અને ચામડી ઘસાવાને કારણે લોહી નીકળે છે. એને કારણે હવે અમે સમાગમ કરવાનું ટાળીએ છીએ. મારી પત્ની મને મુખમૈથુનથી સંતોષ આપે છે, પણ તેને સંતોષ મળતો નથી એ તેને નથી ગમતું. પત્નીના પ્રાઇવેટ પાર્ટની ત્વચા ખૂબ જ પાતળી થઈ ગઈ છે એટલે હાથના ઘર્ષણથી પણ બળતરા થાય છે.
જવાબ.માસિકમાં અનિયમિતતાનો મતલબ એ કે તેને મેનોપૉઝની શરૂઆત થઈ ચૂકી છે. રજાનિવૃત્તિને કારણે સ્ત્રી પ્રજનનક્ષમતામાંથી નિવૃત્ત થાય છે, સેક્સ માણવાની ક્ષમતામાંથી નહીં. સ્ત્રીઓ મેનોપૉઝ પછી પણ સેક્સ કરી શકે છે અને માણી પણ શકે છે. તમે ખોટી માન્યતાનો ભોગ બન્યા છો કે માસિક બંધ થયા પછી સમાગમ ન કરી શકાય.
મેનોપૉઝ દરમ્યાન એસ્ટ્રોજન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. એને કારણે સ્ત્રીઓમાં ત્વચા પાતળી થવા લાગે છે. માત્ર પ્રાઇવેટ પાર્ટની જ નહીં, ઓવરઑલ એ અસર થઈ શકે છે. જોકે એની સાથે યોનિમાર્ગમાં લુબ્રિકેશનનું પ્રમાણ પણ ઘટી જાય છે. પાતળી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી ઘસરકા થાય અને લોહી પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે.
તમે પહેલાંની જેમ ઝટપટ ફોર-પ્લેમાંથી સીધા સમાગમ તરફ જતા હો તો એને કારણે યોનિમાર્ગ ઇન્દ્રિયપ્રવેશ માટે તૈયાર નથી હોતો. એટલે જ કદાચ તમે જ્યારે પણ પ્રયત્ન કર્યો ત્યારે પત્નીને પીડા થઈ હશે. ચીકાશ ન હોવાથી ઘર્ષણને કારણે કોમળ ત્વચા ઘસાતાં એ પછી બળતરા પણ થાય છે.
એટલે તમે પહેલાં કરતાં ફોર-પ્લેમાં થોડોક વધુ સમય ગાળો. ત્યાર બાદ શુદ્ધ કોપરેલ તેલથી એ ભાગમાં ચીકાશ વાપરી શકો છો. આંગળીથી ચેક કરી લો કે ચીકણો સ્રાવ થયો છે કે નહીં. ચીકાશ થયા પછી આંગળી ફેરવશો કે યોનિપ્રવેશ કરશો તો ઘર્ષણ અને ઘસરકાનું પ્રમાણ ઘટશે અને આનંદ વધશે.
સવાલ.જ્યારે પહેલી વખત સેક્સ બાદ મહિલાઓની યોનિમાંથી લોહી નીકળે છે તો શું આ રક્તસ્ત્રાવને રોકવા માટે કોઇ દવા લેવાની જરૂર હોય છે કે પછી તે તેની રીતે બંધ થઇ જાય છે.
જવાબ.સામાન્ય રીતે લોહી નીકળવા પર કોઇ દવાની જરૂરત હોતી નથી રક્તસ્ત્રાવ અલ્પકાલિક એટલે કે થોડીક વાર માટે હોય છે. જો તે રોકાઇ રહ્યું નથી તો તેના માટે તમે સ્ત્રી રોગ નિષ્ણાંતની સલાહ લો. જાતે ઇલાજ કરવો યોગ્ય નહીં રહે. કેટલીક વખત પાર્ટનરને વધારે ઉત્તેજના થવાના કારણે તે સેક્સ કરવા લાગે છે. પરંતુ કેટલીક એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સવાલ.હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.
જવાબ.પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
સવાલ.મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે.
આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.
સવાલ.મેં સેક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
જવાબ.સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો. સેક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.
સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સેક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.
જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સંભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.