અમદાવાદમાં 3 કલાકમાં જ ખાબક્યો 1 મહિનાનો વરસાદ, એક જ દિવસમાં નોધાયો 9 ઇંચ કરતા વધુ વરસાદ…

શુક્રવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો શહેરમાં ત્રણ કલાકના ગાળામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આ માહિતી આપી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં શહેરના કેટલાક વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા વાડજ આશ્રમ અને નારણપુરામાં નવ ઈંચ જ્યારે પૂર્વ અમદાવાદ રખિયાલ અને ગોમતીપુરમાં છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ઓઢવ બિરાટનગર અને રામોલમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે પાણી ભરાવાને કારણે અનેક લોકો જામમાં અટવાયા હતા પાણી ઓછુ થયા બાદ સ્થિતિ સામાન્ય થવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના ઘણા ભાગો વલસાડ નવસારી અને સુરત દક્ષિણ ગુજરાતમાં રાજકોટ ગીર-સોમનાથ અમરેલી જામનગર જૂનાગઢ અને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ અને મધ્ય ગુજરાતના ગાંધીનગર આણંદ પંચમહાલ મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં સાંજે 4 વાગ્યા સુધીમાં ચકુડીયામાં 185 મીમી ઓઢવમાં 190 મીમી બિરાટનગરમાં 193 મીમી ટાગોર કંટ્રોલમાં 112 મીમી ઉસ્માનપુરામાં 307 મીમી અને ચાંદખેડામાં 114 મીમી વરસાદ નોંધાયો છે.
શહેરમાં એક ઈંચથી 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ પછી જામનો નજારો જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર નિકોલ નરોડા સેટેલાઇટ હડકેશ્વર ઉસ્માનપુરા એસજી હાઇવે.
વસ્ત્રાપુર બોલકાદેવ મણિનગર દાણીલીમડા જમાલપુર કાંકરિયા બાપુનગર ગોમતીપુર ખોખરા અમરાઇવાડી પ્રહલાદનગરમાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડશે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે 8મી જુલાઈએ વલસાડ નવસારી દમણ.
અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હતી જે મુજબ વરસાદ પણ પડ્યો હતો કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
બીજી બાજુ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 182 મિમી વરસાદ વરસ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ પડ્યો છે.
સાથે રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે જેમાં વલસાડ દાદરા.
નગર હવેલી દ્વારકા કચ્છ જામનગર પોરબંદર જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે સાથે સાઉથ ગુજરાતમાં પણ 5 દિવસ ભારે વરસાદ પડશે બંગાળમાં લો પ્રેશર બનવાથી ગુજરાતમાં સારો એવો વરસાદ થશે માછીમારોને પણ દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે.