રાજકોટ માં આવેલ છે માં વિહત નું ખાસ મંદિર,અહીં લાકડાના હાથ પગ ચડાવવાથી ભક્તોની માનતા પુરી થાય છે…

ભારત આજે પણ અનેક શિખરબદ્ધ હિન્દુ મંદિરો ધરાવે છે ઘણા મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવેલી હોય છે.જેનાથી તે પ્રસિદ્ધ હોય છે પ્રાચીન કાળથી ભારત અનેક ધાર્મિક અને રહસ્યમયતીર્થ સ્થળ માટે ઓળખવામાં આવે છે.
અહી આજે પણ અનેક પ્રાચીન તીર્થ સ્થળ અને મંદિર છે જેનો ઈતિહાસ માં મહત્વપૂર્ણ સ્થાન છે ભારત ધાર્મિક આસ્થામાં વિશ્વાસ કરનારો દેશ છે જ્યાં મંદિરોમાં સવાર પડતા જ ભજન વાગવા લાગે છે.
કોઇ વિશેષ પર્વ પર મંદિરોને ભવ્યતાથી સજાવાય છે તો આ મંદિરોને લઇને અનેક પ્રાચીન કથાઓ પણ છે ગુજરાતમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે દેવી-દેવતાઓના ઘણા પવિત્ર સ્થાનકો આવેલા છે.
દરેક મંદિરોમાં ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું આ મંદિરમાં માં વિહોત સાક્ષાત બિરાજમાન છે.
માતાજીના આ મંદિરમાં હજારો દુખીયાઓ માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે માતાજીનું આ મંદિર રાજકોટના વડાળી ગામ નજીક આવેલું છે અને આજે પણ માતાજી હાજરા હજુર બિરાજમાન છે માં વિહોત માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઘણી મોટી સંખ્યામાં આવે છે.
અહીંયા દર્શને આવતા દરેક ભક્તોના દુઃખો માં દૂર કરે છે માતાજીના મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો માતાજી અહીંયા સ્વયંભૂ બિરાજમાન થયા છે ચામુંડા માતાજીનું બીજું સ્વરૂપ એટલે માં વિહોત અહીંયા અમરીયા દાનવનો ત્રાસ વધ્યો હતો.
એટલે દેવતાઓએ માતાજીને અરજ કરી હતી એટલે અહીં માતાજી પ્રગટ થયા હતા માતાજીએ તેમની બે ભુજા વધારી હતી ત્યારથી માતાજીને વિહોત માતાજી તરીકે પૂજવામાં આવે છે માં વિહોતને વિસ ભુજાઓ છે.
માં વિહોત માતાજીના દર્શને આવતો કોઈ પણ ભક્ત કોઈ દિવસ ઘરે ખાલી હાથે જતો નથી જે લોકોને હાથ-પગ દુખતા હોય તે લોકો જો લાકડાના હાથ અથવા પગ ચડાવે તો તેમની આ સમસ્યા દૂર થઇ જાય છે માં વિહોત માતાજીના આર્શીવાદથી નિઃસંતાન દંપતીઓના ઘરે પણ માતાજીના આશીર્વાદથી પારણાં બંધાયા છે.