આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ની અગાહી,આ 2 દિવસ ગુજરાત માટે ભારે…

ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4 ઈંચ ખાબક્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાંક જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી અને મેઘનાની ગડગડાટભરી ઇનિંગ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અરવલ્લી, ખેડા, આણંદ, વલસાડમાં પડી શકે છે વરસાદ.અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો ન હતો પણ હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં ભારે વરસાદ પડ્યો હતો. જે પાણીથી ભરેલ છે. બીજી તરફ પાટણ જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ તરફ મહીસાગર, વલસાડ, ડાંગમાં આજે પણ મેઘ મહેર છે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિસ્તારોમાં સ્થિતિ વિકટ છે.
મણિનગર, સરસપુર, ઈસનપુર, ભાઈપુરા, સીટીએમ, બાપુનગર, વટવા અને નારોલ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પૂર્વ વિસ્તારના લોકો આ વ્યવસ્થા સામે નારાજ છે.
ચોમાસાની પહેલી સીઝનમાં ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54% પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી માત્ર 21.39% ટકા જ પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતમાં 42.75%, દક્ષિણ ગુજરાતમાં 71.92%, કચ્છમાં 67.94% અને સૌરાષ્ટ્રમાં 54.67% પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવરમાં 58.58% પાણીનો જથ્થો છે.
રાજ્યમાં 206 જળાશયમાંથી 50 જળાશય 90 ટકાથી વધુ ભરાયાં છે તેમને હાઈએલર્ટ પર રખાયાં છે, જ્યારે 10 જળાશય 80થી 90 ટકા સુધી ભરાતાં તેમને એલર્ટ પર રખાયાં છે. 14 જળાશયમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી તેમને વોર્નિંગ પર રખાયાં છે તેમજ 132 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી છે.