ગુજરાતમાં આગામી 4 દિવસ રહશે ભારે વરસાદ, આ જિલ્લામાં જોવા મળશે મેઘ તાંડવ... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

ગુજરાતમાં આગામી 4 દિવસ રહશે ભારે વરસાદ, આ જિલ્લામાં જોવા મળશે મેઘ તાંડવ…

Advertisement

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે શુક્રવારે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભરૂચ સુરત જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે આવતીકાલે સુરતમાં ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જ્યારે નર્મદા ભરૂચ રાજકોટ જામનગર જૂનાગઢ મોરબી અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે શુક્રવારે સુરત ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી તાપી નવસારી નર્મદા ભરૂચ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર છોટા ઉદેપુર રાજકોટમાં ભારે વરસાદની શક્યતા પોરબંદર અમરેલી અને ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત ડાંગ નવસારી.

તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જ્યારે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ વલસાડ દમણ અને દા હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

કચ્છના લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો તે સિવાય વલસાડના કપરાડામાં નવ ઇંચ ધરમપુરમાં આઠ ઇંચ તાપીના વ્યારામાં પોણા આઠ ઇંચ નવસારીના વાંસદામાં પોણા આઠ ઇંચ કચ્છના નખત્રાણામાં સાત ઇંચ સુરતના મહુવામાં સાડા છ ઇંચ.

તાપીમાં ડોલવણમાં સાડા છ ઇંચ જામનગરના જોડીયામાં સવા છ ઇંચ નવસારીના ચિખલીમાં છ ઇંચ તાપીના વાલોદમાં છ ઇંચ દેવભૂમિ દ્ધારકા તાલુકામાં છ ઇંચ કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ જૂનાગઢના વિસાવદરમાં સવા પાંચ ઇંચ.

સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તાપીના નિઝરમાં પાંચ ઇંચ ડાંગના વઘઇમાં પાંચ ઇંચ દેવભૂમિ દ્ધારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઇંચ.

નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ નર્મદાના સાગબારામાં સવા ચાર ઇંચ સુરતના માંડવી કચ્છના માંડવી સુરત શહેર છોટાઉદેપુરના બોડેલી પોરબંદરના કુતિયાણા ચાર દેવભૂમિ દ્ધારકાના ભાણવડ જૂનાગઢના વંથલી સુરતના પલસાણા છોટાઉદેપુરના પાવી જેતપુર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ અને સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર અને વલસાડમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

વરસાદની આગાહી બાદ રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યું કે ગાંધીનગરથી NDRFની ટીમને કચ્છ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત એનડીઆરએફની ટીમ આણંદથી વલસાડ પહોંચી છે જ્યારે SDRFની 11 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય પર છે એક ટીમ પોરબંદર પહોંચી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button