ગુજરાતમાં આવનાર 24 કલાક ભારે આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડશે ભારેથી અતિભારે વરસાદ….

ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ફરીથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન અમદાવાદમાં ગત રાત્રિથી આજે સવાર સુધી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પૂર્વથી પશ્ચિમ સુધીના વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.જો શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદના નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, કૃષ્ણનગર સહિતના અનેક વિસ્તારોમાં આખી રાત વરસાદ પડતા પાણી ભરાયા છે.
બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડી, વસ્ત્રાપુર, ભોપાલ, ઘુમા, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે લોકોને સવારે ઓફિસ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં ફરી એકવાર વરસાદે જળબંબાકાર કર્યું છે, ભારે વરસાદના કારણે શહેરનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શહેરના મણિનગર, હાટકેશ્વર, અજીતમિલ અને રખિયાલના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે.
તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ પડશે. હવામાન વિભાગે ગુજરાતમાં 24 કલાક ભારે રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મહેસાણામાં એટલો સારો વરસાદ થયો કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના નાગલપુર અને મોઢેરા ચોકડી બસ પોર્ટ અને મહેસાણા-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.વલસાડ જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદ પડ્યો છે.જિલ્લામાં ફરી મુશળધાર વરસાદના પગલે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપીમાં 7.3 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ઉમરગામમાં 2.68 ઈંચ, કપરાડામાં 6.64 ઈંચ, ધરમપુરમાં 5.24 ઈંચ, પારડીમાં 3.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે મોગરાવાડી નાળામાં પાણી ભરાઈ ગયા છે. એક કાર ચાલક પાણી ભરાઈ જતા ફસાઈ ગયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થયો હતો. બનાસકાંઠાના ભાભર અને સુઇ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડીસામાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન થયા છે.
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ શરૂ કરી છે. અમરેલી-બાબરા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બાબરા ગ્રામ્ય પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ છે. બાબરાના વલારડી, ચમારડી, વાવડીમાં ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ખુશી જોવા મળી છે.જાફરાબાદના ટીંબી અને આજુબાજુના ગામોમાં વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડક પ્રસરી છે.