મારો મિત્ર કહે છે કે નાહતી વખશે સે-ક્સ કરવાથી પેગ્નેટ ના થવાય,શુ આ સાચું છે?.

સવાલ.હું કોલેજમાં હતી ત્યારે એક છોકરો મારી ઘણી પ્રશંસા કરતો હતો તેની સાથે મારે મૈત્રી હતી પરંતુ હવે મારા લગ્ન થઇ ગયા છે અને એક પુત્ર પણ છે મારા પતિ પણ પ્રેમાળ છે અને મારો ઘણો ખ્યાલ રાખે છે એક દિવસ અચાનક જ એની સાથે મુલાકાત થઇ અને હવે તે મને મળવા માગે છે મારે શું કરવું?એક બહેન (જામનગર)
જવાબ.તમારી સામે આ એક પડકાર છે જેમા તમારી પરિપક્વતાની કસોટી થશે તમારા પતિ સાથે તમારા સંબંધો પ્રેમાળ હોય અને તમે તમારા સંસારમાં સુખી હો તો તમારી સામે આ સમસ્યા ઊભી જ થઇ નહોત કોઇ પણ સામાન્ય વ્યક્તિ પણ તમને સલાહ આપતે કે આ મિત્રને મળવાનું શરૂ કરીને તમારા સંસારમાં આગ ચાંપવાની મૂર્ખાઇ કરવાની જરૂર નથી.
એક મૈત્રી હદ ઓળંગી શકે છે એ તમને સમજાવવાની જરૂર હોય એમ મને લાગતું નથી હા તમારા પતિ સાથે આ વાતની ચર્ચા કરી તમે તેમની હાજરીમાં તેને મળી શકો છો પરંતુ આ બાબતે તેમના મનમાં શંકાના બીજ રોપાશે તો સમસ્યા ઊભી થઇ શકે છે.
સવાલ.હું 18 વરસની છું મારી સામેની બિલ્ડીંગમાં રહેતો એક છોકરો મને પ્રેમ કરે છે હું એને ગુમાવવા માગતી નથી ભવિષ્યમાં એના જેવો બીજો યુવક મને મળશે કે નહીં એ હું જાણતી નથી શું મારે એની સાથે લગ્ન કરી લેવા જોઇએ?એક યુવતી (નવસારી)
જવાબ.લગ્ન માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે શું એ છોકરો પણ તમારી સાથે લગ્ન કરવા માગે છે?આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો તમારે હજુ થોડા વર્ષ રાહ જોઇ એ છોકરો ભણી-ગણીને કમાતો થાય અને પરિવારનો આર્થિક બોજો ઉઠાવી શકે.
પછી જ લગ્નનો વિચાર કરવો જોઇએ ભવિષ્યમાં તમને આવો છોકરો મળશે કે નહીં એ કોઇ કહી શકે તેમ નથી અને તમારે અત્યારથી તેની ચિંતા કરવાની પણ જરૂર નથી હમણા તો તમારે બંનેએ અભ્યાસમાં અને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવાનો છે.
સવાલ.મારા પતિ કહે છે કે ન્હાતી વખતે સે-ક્સ કરવાથી ગર્ભ રહેતો નથી પણ મને આમ કરતા ડર લાગે છે શું આ વાત સાચી છે?એક પત્ની(ધર્મજ)
જવાબ.આ એક ગેરસમજણ છે ન્હાવાને અને સે-ક્સને કોઈ સંબંધ નથી ન્હાતી વખતે પણ સે-ક્સ કરવાથી તમે પ્રેગ્નન્ટ થઈ શકો છો કપલ ભલે ગમે તે પોઝિશનમાં સે-ક્સ કરે પણ પુરુષની સ્પર્મ મહિલાની વજાઈનામાં જાય છે તો ગર્ભ રહેવાની પૂરી શક્યતા છે જો પતિ તમને પ્રેમથી સમજાવે તો પણ આવી ભૂલ ના કરો ન્હાતી વખતે સે-ક્સ કરવું ગમતું હોય તો કોન્ડમનો ઉપયોગ કરો. તેનાથી ઈચ્છા પણ પૂરી થઈ જશે અને પ્રેગ્નન્સીનો ડર પણ નહીં રહે.
સવાલ.મારી ઉંમર 17 વર્ષની છે આંખોની નીચેની ત્વચા કાળી થઈ ગઈ છે આ કારણે હું ઘણી પરેશાન છું બહાર જતા પણ મને શરમ આવે છે આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઉપાય સૂચવવા વિનંતી.એક યુવતી (જામનગર)
જવાબ.પરેશાન થશો તો બાજી વધુ બગડશે કારણ કે આંખ નીચેની ત્વચા કાળી થવા પાછળ આ કારણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અનિદ્રાને કારણે પણ આમ થઈ શકે છે પોષ્ટિક આહાર ન લેવાનું કારણ પણ આ પાછળ કામ કરી જાય છે.
આ માટે તમારે નિયમિત વ્યાયામ કરવાની જરૂર છે તેમજ દૂધ અને દહીંનો વપરાશ વધારી લો લીલા પાનવાળી ભાજી તેમજ ફળોનું સેવન કરો અને રોજ આઠ કલાકની પૂરતી ઉંઘ લો તેમજ ચિંતા છોડી દો આ સમસ્યાના નિવારણ માટે તમે કોઈ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.
સવાલ.મારી પુત્રીની ઉંમર 18 વર્ષની છે તેના કાનમાંથી છેલ્લા કેટલાક મહિનાથી પસ નીકળે છે ક્યારેક તો કાનમાં દુ:ખાવો પણ ઘણો થાય છે આ માટે શું કરવું?એક બહેન (અમદાવાદ)
જવાબ.કાનમાંથી પસ નીકળવાનો અર્થ એ હોઈ શકે છે કે તમારી પુત્રીના કાનના પડદામાં કાણું પડી ગયું હશે અને એમાં ઇન્ફેકશન થવાથી આમ થતું હશે તમારે આટલો વખત રાહ જોઈ બેસી રહેવું હોતું આમ જનરલ પ્રેક્ટિશનરની દવા કામ લાગી શકે તેમ નથી.
તમારે તમારી પુત્રીને કોઈ ઇ.એન.ટી નિષ્ણાતને દેખાડવાની જરૂર છે ઘણી વાર એન્ટિબાયોટિક દવા કામ કરી જાય છે પરંતુ કોઇ કિસ્સામાં આમાં ઓપરેશનની પણ જરૂર પડે છે ડૉકટરની સલાહ વિના કાનમાં કોઈ દવા નાખો નહીં કે કોઈ અખતરા કરો નહીં સમય નહીં ગુમાવતા ઇએનટી ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય ઉપચાર કરવો.
સવાલ.હું 17 વરસની છું મને 24 વરસના એક યુવક સાથે પ્રેમ છે બે વરસના પ્રેમ પછી તે ઘણો પઝેઝિવ બની ગયો છે મારી દરેક હિલચાલ પર તેની નજર રહે છે હું ક્યાં જાઉં છું કોની સાથે છું તેમજ ક્યારે ઘરે પાછી ફરું છું એ બધુ જ મારે તેને જણાવવું પડે છે.
તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું તેની સાથે સેક્સ સંબંધ બાંધીશ તો તે આમ નહીં કરે આ દરમિયાન મારી મુલાકાત ૧૯ વરસના એક છોકરા સાથે થઈ હતી જે છોકરીઓને ઘણું માન આપે છે અને જીવન પ્રત્યે ઘણો ગંભીર છે મારા પઝેઝિવ મિત્ર સાથે મારે સંબંધ કેવી રીતે તોડવો?એક યુવતી (મુંબઈ)
જવાબ.આમા તમને કોઈ મદદ કરી શકે તેમ નથી તમારી જાતે જ નિર્ણય લેવો પડશે કારણ કે આ બન્નેને તમે જ સારી રીતે ઓળખો છો મારી સલાહ માનવી હોય તો આમ સમય વેડફવા કરતા આ બન્ને છોકરાઓથી લાંબો બ્રેક લો અને અભ્યાસમાં ધ્યાન પરોવો આ ઉંમર આવી વાતોમાં સમય વેડફવાની નથી પ્રેમને સમજવા માટે મેચ્યોરિટીની જરૂર છે.