આ દાદા ગુજરાતમાં બનાવસે 311 હનુમાન મંદિર,આ કારણે લીધો આવો સંકલ્પ જાણો..

સુરતમાં રહેતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેઓ ખરેખર એક અલગ વ્યક્તિત્વ છે, જેઓ ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિરોના નિર્માણ માટે આહુતિ આપશે.
આ સાથે સુબીરધામમાં હનુમાન યજ્ઞનો પ્રારંભ થશે, ધાર્મિક સ્થળ બનાવવામાં આવશે અને 40 લાખના ખર્ચે તૈયાર થયેલો ગીતરથ ગુજરાતમાં ભ્રમણ કરશે. એકવાર સ્વામી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક ઝાડ નીચે હનુમાનજીની તૂટેલી મૂર્તિ મળી.
આ દ્રશ્ય જોયા પછી ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે અહીં અનેક જગ્યાએ આવા દ્રશ્યો જોવા મળે છે. બસ, આ દ્રશ્ય જોઈને ગોવિંદભાઈએ ડાંગના 311 ગામોમાં હનુમાનજીના મંદિર બનાવવાના સંકલ્પ સાથે નિર્માણ યજ્ઞની શરૂઆત કરી. તેમાંથી 46 મંદિરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
20 માર્ચને ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર ખાતે 14 મંદિરોનો લોકાર્પણ સમારોહ ગોવિંદ દેવગિરિ મહારાજ ના અધ્યક્ષ સ્થાને કરાયું છે.
ગોવિંદ ધોળકિયા, ફાઉન્ડર ચેરમેને જણાવ્યું હતુ કે આ મંદિરો નિર્માણ પાછળનો હેતુ એ છે કે હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામની એકતા વધે વ્યસન મુક્તિ અને સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે.
ડાંગ જિલ્લાના દરેક ગામોમાં પેઢી દર પેઢી સુધી સંસ્કારો જળવાઈ રહે ગામની એકતા જળવાઈ રહે અને આપણી મૂળભૂત સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞ શરૂ કર્યો છે.માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ ગામના દરેક વ્યક્તિ પાસેથી નાનું અમથું યોગદાન પણ લેવામાં આવે છે.
આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલ્ફર ટ્રસ્ટની સાથે 50% દાનમાં જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર નિર્માણ થયા પછી સંપૂર્ણ સંચાલન ગામ લોકોને સોંપવામાં આવે છે.
2018 ની સાલમાં પ્રથમ તબક્કામાં 6 મંદિરો નિર્માણ થયા તેનું લોકાર્પણ સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યાર પછી 2019 ની સાલમાં 11 મંદિરો નિર્માણ થયા તેમનું લોકાર્પણ જામનગર આણંદાબાવા મંદિરના મહંત દેવપ્રસાદદાસજી મહારાજનાહસ્તે કરવામાં આવ્યું હતું.
2019 ની સાલમાં ત્રીજા તબક્કામાં ચાર મંદિરોનું લોકાર્પણ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ચતુર્થ પ્રતિષ્ઠા મહોત્સવ ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે તેમજ વિવિધસામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરીમાં થયો હતો.
શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે ડાંગ પ્રયાગ, હનુમાન યાગ નામનો હનુમાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
આ મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણની સાથે ગામની એકતા વધે અને વ્યસનમુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે તેવો આશ્રય ટ્રસ્ટનો છે.
રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા શહેરની જનતા માટે ગીતા જ્ઞાન રથ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના વરદ હસ્તે શહેરની જનતા માટે અર્પણ કરવામાં આવ્યો છે.
આ રથમાં પુસ્તકો થકી દરેકના ઘરે ભગવાનની ભાવના પહોંચે અને લોકો સુધી મૂળભૂત સંસ્કૃતિ અને ધાર્મિક ભાવના પહોંચે તે હેતુથી રથ તૈયાર કરાયો છે. રૂપિયા 40 લાખના ખર્ચે તૈયાર થયેલા રથમાં તમામ પ્રકારના ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા છે.
રથમાંથી કોઈપણ વ્યક્તિ ધાર્મિક પુસ્તક લઇ શકશે. પુસ્તક લીધા પછી તેમાં છપાયેલી કિંમત રથમાં મૂકવામાં આવેલા બોક્સમાં મૂકી શકશે. આ રથનો હેતુ પણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીના બીજ લોકોમાં સિંચન થાય તે માટેનો છે. જે આવનારી પેઢી માટે પણ દિશા સૂચક બની રહેશે.
શહેરના રામકૃષ્ણ ચેરિટેબલના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી.
આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં આવાં દ્રશ્યો જોવા મળે છે. બસ, આ દ્રશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર (નાની ઝાડદર) ખાતે 14 મંદિરોનો લોકાર્પણ સમારોહ ગોવિંદ દેવગિરિ મહારાજ (કોષાધ્યક્ષ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ)ના અધ્યક્ષ સ્થાને કરાયું છે