પર્યટકોની કાર પર અચાનક ચિત્તો ચડી ગયો, આગળ શું થયું તે જોઈને લોકો દંગ રહી ગયા…

ચિત્તો વિશ્વનું સૌથી ઝડપી દોડતું પ્રાણી છે જેને નજીકથી જોવું ખૂબ જ રોમાંચક છે હા મોટી બિલાડીઓના પરિવારનો આ સભ્ય 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે જો કે આખી દુનિયામાં માત્ર થોડા જ ચિત્તા બચ્યા છે જાનવરનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પર્યટક વાહન પર ચડતા અને તેની ઉપર બેસીને ચિત્તાની આ ક્લિપ તાંઝાનિયાના સેરેનગેતીની છે ચિત્તા નો શિકાર કરવાના શોખીન શિકારીઓ સાથે ચિતાએ જ છેવટે મરવું પડે છે દિપડો સતત દોડીને કમજોર પડી જતો હોવાથી પોતાના શિકારનું રક્ષણ પણ કરી શકતો નથી ઘણીવાર દિપડા અને સિંહ સાથેની શિકાર માટે થતી ફાઇટમાં ચિત્તાએ ભાગવું પડે છે.
એક સમયે ભારત અને શ્રીલંકા સુધી ફેલાયેલા ચિત્તા ઓ આજે ઇરાન અને આફ્રિકામાં વધુ જોવા મળે છે આફ્રિકા સુધી ફેલાયેલા છે ઇરાનમાં ચિત્તા ની સંખ્યા 50 જેટલી છે જયારે ઝિમ્બાબ્વેમાં તેની સંખ્યા 15 વર્ષ પહેલા 1500ની હતી તે ઘટીને 150 થી 170 જેટલી રહી છે જેને IFS સુરેન્દર મેહરાએ ટ્વિટર પર શેર કરી છે.
50 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓથી ભરેલા બે વાહનો ખુલ્લા મેદાનમાં ઉભા છે તેમાંથી એક ચિત્તા વાહનના પાછળના ટાયર પર ગર્વથી ઊભો છે જ્યારે વાહનમાં બેઠેલા અને નજીકમાં હાજર અન્ય પ્રવાસીઓ ચિત્તાને કેમેરામાં કેદ કરી રહ્યાં છે.
અચાનક ચિત્તા સ્ટેન્ડ લે છે અને પછી વાહનની ટોચ પર બેસી જાય છે કારમાં બેઠેલી એક મહિલા તેની તસવીરો લેવા માટે ચિતા પાસે ચાલીને જાય છે જો કે ચિત્તા કોઈના પર હુમલો કરતું નથી તે વાહનની છત પર આરામથી બેસીને નજારો માણતો જોવા મળે છે જો કે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી.
પરંતુ તે ચોક્કસપણે ઇન્ટરનેટની જનતાને આશ્ચર્યજનક છે આ ચોંકાવનારી ક્લિપ ભારતીય વન સેવા અધિકારી @surenmehra દ્વારા 2 જુલાઈના રોજ શેર કરવામાં આવી હતી તેણે કેપ્શનમાં લખ્યું મેન ઇન ધ વાઇલ્ડ આ ટ્વિટને અઢી હજારથી વધુ લાઈક્સ મળી છે.
અને વીડિયોને 63 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે ચિત્તાનું આવું શાનદાર વર્તન જોઈને એક યુઝરે લખ્યું- લાગે છે કે ચિતા ભૂખ્યો નહોતો જ્યારે અન્ય લોકોએ લખ્યું કે શું અદ્ભુત દ્રશ્ય છે આ સિવાય એક યુઝરે લખ્યું કે દોડવીરો માટે સ્ટ્રેચિંગ ખૂબ જ જરૂરી છે અને હા ઘણા યુઝર્સ OMG લખી રહ્યા છે.
Man in Wild ..#WildlifeTourism #AnimalBehaviour #Cheetah 🐆 @susantananda3 pic.twitter.com/QbQ223eiEJ
— Surender Mehra IFS (@surenmehra) July 2, 2022
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.કલ્પના કરો કે જો તમારી સામે કોઈ ખતરનાક પ્રાણી આવે તો તમારું શું થશે કહેવાની જરૂર નથી કારણ કે તમારા હાથ-પગ ફૂલી જશે માથું ચક્કર આવશે તમે ધ્રૂજવા લાગશો અને જો તમને વધુ આંચકો લાગશે તો તેની અસર હૃદય પર થશે.
ખુલ્લી જીપમાં તાંઝાનિયાના ગોલ કોપ્સ સેરેંગેતી નેશનલ પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ સાથે પણ આવી જ સ્થિતિ બની હતી વાસ્તવમાં તે પ્રવાસીઓના જીવ ત્યારે સુકાઈ ગયા જ્યારે તેમની જીપમાં એક ચિત્તો ઘૂસી ગયો ચિત્તાએ અચાનક જ જીપમાં છલાંગ લગાવી દીધી હતી અને તે સમયે તમામ પ્રવાસીઓ બહાર રખડતા ચિતાઓને જોઈ રહ્યા હતા.
ચિતા ક્યારે અંદર આવી ગયા તેની તેમને ખબર પણ ન પડી ચિત્તા તેનાથી માત્ર એક ફૂટ દૂર પાછળની સીટ પર હતો હેયસે આ ક્ષણને પોતાના સેલ્ફી કેમેરામાં રેકોર્ડ કરી હતી જીપમાં બેઠેલા લોકોની હાલત કફોડી બની ગઈ હતી વાસ્તવમાં કોઈને ખબર ન હતી કે ચિતા અંદર આવી છે પરંતુ જેવો ખ્યાલ આવ્યો કે તરત જ બધાના શ્વાસ થંભી ગયા.
બધાની હાલત ખરાબ થઈ ગઈ પરંતુ આવા મુશ્કેલ સમયમાં પ્રવાસી માર્ગદર્શિકાએ ડહાપણ બતાવ્યું અને બધા પ્રવાસીઓને ધીમે ધીમે શ્વાસ લેવાનું કહ્યું જેથી ચિત્તાને એવું ન લાગે કે તેમાંથી કોઈ તેના પર હુમલો કરી શકે છે અને તેઓ સુરક્ષિત અનુભવે છે.
બધાએ ટૂરિસ્ટ ગાઈડની આ વાતને અનુસરી લગભગ 10 સેકન્ડ સુધી કારની અંદર રહ્યા બાદ ચિત્તા કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના કારમાંથી નીચે ઉતરી ગયો અને ભાગી ગયો આ પ્રવાસીઓ પાર્કમાં પ્રવાસ કરી રહ્યા હતા અને સાહસ માટે અહીં પહોંચ્યા હતા પણ તેને કલ્પના નહોતી કે આ ખુલ્લી જીપમાં એવું સાહસ હશે કે તેનો શ્વાસ થંભી જશે જીપમાંથી ચિત્તા નીચે ઉતરતાની સાથે જ પેલા પ્રવાસીઓનું પણ હાસ્ય ઉડી ગયું.