હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી વરસાદની થશે બીજી વખત ધમાકેદાર એન્ટ્રી…

હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે.હાલમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. એકંદરે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન હવે વરસાદ થોડો સમય બંધ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17મી જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
કેટલાક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 દિવસમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડશે. 16 જુલાઈથી. રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. 22મી જુલાઈથી ફરી વરસાદ થશે. 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. 24 થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. 17 જુલાઈથી ઉત્તર પ્રદેશ તરફ વરસાદ પડશે.
વરસાદના આંકડા મુજબ, ગુરુવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઈંચ, ડાંગના સુબીરમાં 9.44 ઈંચ, પારડીમાં 9 ઈંચ, ધરમપુરમાં 8.52 ઈંચ, નવસારીમાં ખેરગામમાં 7.56 ઈંચ, વડોદરાના ડભોઈમાં 8 ઈંચ, વલસાડમાં 6.88 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, વલસાડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
નર્મદાના નાંદોદમાં 7 ઈંચ, આહવામાં 6.08 ઈંચ, ડાંગમાં 5.56 ઈંચ, કરજણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ 46.70% વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં 97.54% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 47.23% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ચાલુ છે. ત્યારબાદ નેશનલ હાઈવે નંબર 48ને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં આ રોડ પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે અનેક વાહનો રોડ પર ફસાઈ ગયા હતા.વધુમાં આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.