વરરાજા એક જ મંડપમાં 3 દુલ્હન સાથે લીધા ફેરા,હનીમૂનનો વીડિયો સામે આવ્યો…

દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને લગ્ન કરવા માટે કોઈ છોકરી નથી મળી રહી પરંતુ મધ્યપ્રદેશમાં એક વ્યક્તિએ એક સાથે 3 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા એટલું જ નહીં આ લગ્નમાં વ્યક્તિના 6 બાળકોએ પણ ભાગ લીધો હતો.
પાપાના લગ્નમાં બધાએ જોરદાર ડાન્સ કર્યો આ વ્યક્તિ પણ છેલ્લા 15 વર્ષથી આ 3 ગર્લફ્રેન્ડ સાથે લીવ-ઈનમાં રહેતો હતો તો ચાલો જાણીએ આ વિચિત્ર પ્રેમની અદભુત કહાની માણસે 3 ગર્લફ્રેન્ડ સાથે 7 ફેરા લીધા આ અનોખો કિસ્સો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો છે.
અહીં આદિવાસી સમાજના એક વ્યક્તિએ 3 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા આ લગ્ન આદિવાસી રીત-રિવાજ મુજબ થયા હતા વરનું નામ સમર્થ મૌર્ય છે જે નાનપુર વિસ્તારના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે નવાઈની વાત એ હતી.
કે આ લગ્નમાં આ ત્રણેય પ્રેમિકાના 6 બાળકો પણ સામેલ થયા હતા તેઓ બધા તેમના માતા-પિતા અને સાવકી માતાના લગ્નથી ખૂબ જ ખુશ છે આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા લગ્નનું કાર્ડ છપાયું હતું આ કાર્ડમાં વરરાજા સાથે તેની 3 દુલ્હનોના નામ પણ લખવામાં આવ્યા હતા.
આખા ગામને લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ લગ્નમાં બધાએ ખૂબ એન્જોય કર્યું ખાસ કરીને વ્યક્તિના 6 બાળકોએ આ લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો હતો સમાજ અને કાયદો છૂટ આપે છે હવે તમે વિચારતા જ હશો કે પુરુષે એક સાથે 3 મહિલાઓ સાથે લગ્ન કેવી રીતે કર્યા.
હકીકતમાં આદિવાસી ભીલાલા સમુદાયમાં આ સામાન્ય છે લગ્ન પહેલાના લિવ-ઈનમાં રહેવું કે બાળકો પેદા કરવા એ કોઈ મોટી વાત નથી તે જ સમયે ભારતીય બંધારણના અનુચ્છેદ 342 અનુસાર આ આદિવાસી રીત-રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓના રક્ષણ હેઠળ થઈ શકે છે.
તેથી સમર્થ મૌર્યના લગ્ન એક સાથે 3 દુલ્હન સાથે ગેરકાયદેસર કહેવાશે નહીં.વર સમર્થ મૌર્યનું કહેવું છે કે તે લગભગ 15 વર્ષથી આ 3 દુલ્હન સાથે લીવ-ઈનમાં રહેતો હતો તેને દરેક ગર્લફ્રેન્ડથી બે બાળકો પણ છે.તે આ બધી પ્રેમિકાઓને એક પછી એક દૂર લાવ્યો હતો.
તે સમયે તે ગરીબ હોવા છતાં લગ્ન કરી શક્યા ન હતા.તેથી જ તે આટલા વર્ષો સુધી લીવ-ઈનમાં રહ્યો તે ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે પત્નીની જેમ રહેતો હતો વર સમર્થે એમ પણ કહ્યું કે આદિવાસી ભીલાલા સમુદાય લિવ-ઇન.
અને બાળકો પેદા કરવાની સ્વતંત્રતા આપી શકે છે પરંતુ જો લગ્ન કાયદા મુજબ ન થાય તો સમાજના લોકો વર-કન્યાને શુભ પ્રસંગમાં ભાગ લેવા દેતા નથી.કાર્યો તો એક કારણ એ પણ હતું કે તેણે 15 વર્ષ પછી લગ્ન કર્યા જેથી હવે તે અને તેની ત્રણ પત્નીઓ માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકે.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.21મી સદીમાં અત્યારે ઘણા પુરૂષોથી એક પત્ની પણ સરખી રીતે સચવાથી નથી ત્યાં એક યુવકને એક સાથે બે છોકરી સાથે પ્રેમ થતાં એક જ મંડપમાં તેને 2 યુવતી સાથે લગ્ન કર્યા હતા.
આ ઘટના સામે આવી છે તેલંગણામાંથી કે જ્યાં એક યુવકે એક સાથે બે યુવતી સાથએ લગ્ન કર્યાં છે આપણે એક જ મંડપમાં એક યુવક અને એક યુવતીના લગ્ન થતાં જોયા છે પણ આજે તેલંગણામાંથી એક એવી અનોખી ઘટના સામે આવી છે.
જેમાં એક યુવકે એક જ મંડપમાં 2 યુવતી સાથે લગ્ન કર્યા હતા આ લગ્નમાં વડીલોએ તેને ખુશીથી આશિર્વાદ પણ આપ્યા હતા આ અનોખા લગ્ન ગત 14 જુને યોજાયા હતા આ લગ્ન તેલંગણાના ઉત્નૂર અંચલના ધનપુર ગામમાં થયા હતા જે બધા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જે યુવકે બે મહિલા સાથે લગ્ન કર્યા છે તે યુવકનું નામ અર્જુન છે મળતી માહિતી અનુસાર અર્જુન નામના યુવકે એક જ સમયે એક જ મુહૂર્તમાં બે મહિલા સાથે લગ્ન કર્યા હતા આ યુવકને એક સાથે બે યુવતીને પ્રેમ થઈ ગયો હતો જેથી તેને બંને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ લગ્ન માટે બંને પ્રેમિકા તૈયાર પણ થઈ ગઈ હતી અર્જુનની બંને પ્રેમિકાઓ પણ તૈયાર હતી આ અનોખા લગ્નને જોવા આખું ગામ ભેગું થયું હતું બીએડની ડીગ્રી લીધા પછી અર્જુન સ્પર્ધક પરીક્ષાઓની તૈયારી કરતો હતો.
આ દરમિયાન તેને કોલેજમાં ભણતી બે છોકરી ઉષારાની અને સુરેખા સાથે પ્રેમ થઈ ગયો હતો નવાઈની વાત એછ કે છેલ્લા 4 વર્ષથી બંને છોકરીઓને તે એક સાથે જ ડેટ કરતો હતો અને બધુ બરાબર ચાલતુ હતું પણ જ્યારે પરિવારના લોકોએ લગ્ન કરવા માટે કહ્યું.
ત્યારે તે બંનેમાંથી કોઈને પણ છોડવા માંગતો ન હતો જેથી તેને બંને સાથે એક જ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો જો કે અર્જુનના પરિવારના લોકોને પહેલા બંને સાથે લગ્ન કરવાના યુવકના વિચારનો ખ્યાલ ન હતો.
ઘણા પ્રયત્નો પછી બંને છોકરીઓનાં પરિવારજનો એક જ વરરાજા સાથે તેમની છોકરીઓના લગ્ન કરાવવા માટે તૈયાર થયાં હતાં બેન્ડવાજા સાથે વરરાજા અને દુલ્હનના પૈતૃક ગામમાં લગ્ન કરવામાં આવ્યા છે જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કોઈ અસામાન્ય ઘટના નથી આ પ્રકારના લગ્નો આદિવાસી સમુદાયમાં સ્વીકાર્ય છે.