દુઃખદ ઘટના…2 બાળકો ને પિતા ખભા પર બેસાડી ચેકડેમ પાર કરાવતા સમયે ઘટી આવી ઘટના,પિતા સહિત બાળકોનું પણ મોત..

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને ગમે ત્યાં પાણી ન ખાબોચિયા ભરાય જાય છે અને અમુક લોકો ઉતાવળમાં કંઈ પણ ધ્યાન આપતા નથી તેવામાં જ ના થવાનું થઈ જાય છે અત્યારે બધા લોકો એ ખાસ સાચવવું જોઈએ.
અને રસ્તા માં પાણી ભરાયુ હોય તો સાવચેતી થી ચાલવું જોઈએ ત્યારે અહીંયા એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું પિતા પોતાના બે પુત્રોને ખંભે બેસાડી ચેક ડેમ પાર કરતાં હતાં.
ત્યારે અકસ્માતે પગ લપસતા પત્નીની નજર સામે જ તેનો પતિ અને બે માસુમ પુત્રો ચેક ડેમમાં ગરક થઈ ગયા હતાં અને ડૂબી જવાથી ત્રણેયના મોત થયા હતાં આ બનાવથી આજુબાજુના ગામડાના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બનાવની વિગતો અનુસાર,મુળ મધ્યપ્રદેશના વતની અને પડધરી તાલુકાનાં જીલરીયા ગામે વશરામભાઈ બુશાની વાડીમાં ખેતમજુરી કરતાં અને ત્યાં વાડીમાં રહેતા મદનભાઈ કેકડીયાભાઈ આદીવાસી ઉ.વ.35 તથા તેના બે પુત્રો ગહન ઉ.વ.2 અને રાહુલ ઉ.વ.3 તથા તેની પત્ની ખરીદી કરવા માટે વાડીએથી જલરીયા ગામ ગયા હતાં.
જ્યાંથી પરત પોતાના પરિવાર સાથે આવતાં હતાં ત્યારે ખોડીયાર ડેમ પાસે ચેક ડેમ ઓળંગીને વાડી તરફ આવવાનું હોય મદનભાઈએ આ ચેક ડેમ ક્રોસ કરવા માટે પોતાના બે પુત્ર ગહન અને રાહુલને ખંભે બેસાડયા હતાં અને ચેક ડેમ પાર કરતાં હતાં.
તેની પત્ની પાછળ ચાલતી હતી તે દરમિયાન મદનભાઈનો પગ લપસતા તે પોતાના બે માસુમ પુત્રો સાથે ચેક ડેમમાં પડયા હતાં પતિ અને બે પુત્રો ચેક ડેમમાં પડી જતાં પત્નીએ મદદ માટે દેકારો કર્યો હતો જો કે મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ તરવૈયાઓએ તપાસ કરતાં મદન અને તેના બે માસુમ પુત્રોના મૃતદેહ જ હાથ લાગ્યા હતાં.
આદીવાસી પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ છે પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.યુ.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે તપાસ કરતા મુળ મધ્યપ્રદેશના વતની અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા મદન અને તેની પત્ની અને તેના બે પુત્રો ગહન અને રાહુલ સાથે કરિયાણુ લેવા માટે ગયા બાદ તે રાત્રીનાં આસપાસ જીલરીયા ગામેથી પરત વશરામભાઈ બુશાની વાડીએ જતાં હતાં.
પતિ બન્ને પુત્રો સાથે પત્નીની નજર સામે જ ચેક ડેમમાં પગ લપસતા પડયો હતો અને પત્નીની નજર સામે જ પતિ અને માસુમ બે પુત્રો પાણીમાં ગરક થઈ ગયા હતાં અને ત્રણેયે જીવ ગુમાવ્યા હતાં.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.થાના કોતવાલી વિસ્તારના ઉન્નાવ ગેટની બહાર રહેતો મોહમ્મદ યાસીન શાકભાજી વેચનાર છે તેનો પુત્ર સલમાન 22 પણ શાકભાજી માર્કેટ પાસે હાથગાડી મૂકીને શાકભાજી વેચતો હતો.
ગુરુવારે બપોરે તે તેના પાંચ મિત્રો સાથે પીકનીક માટે અથોડાણા ચેકડેમ પર ગયો હતો અહીં સૌ ડેમમાં ન્હાવા ઉતર્યા આ દરમિયાન સલમાન ઊંડા પાણીમાં ગયો હતો તેને ડૂબતો જોઈને મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.
બાદમાં મિત્રોએ ત્યાં હાજર અન્ય લોકોની મદદથી તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો દરમિયાન ચેકડેમના બીજા છેડે અન્ય યુવકનો મૃતદેહ ઉતરતો જોવા મળ્યો હતો.
બહાર કાઢવામાં આવતા તેની ઓળખ રોહિત વર્મા 25 તરીકે થઈ હતી જે નૈનાગઢ શંકરજીના મંદિર પાસે રહેતા રામસ્વરૂપ નિવાસીનો પુત્ર હતો ઘટનાસ્થળે પહોંચેલા મૃતકના નાના ભાઈ શુભમે જણાવ્યું કે રોહિતને દારૂ પીવાની લત હતી બુધવારે સાંજે છ વાગ્યે તેઓ પૈસા લઈને ઘરેથી નીકળ્યા હતા ત્યારથી તે મળી આવ્યો નથી.
બીજી એક આવીજ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.ઝારખંડના કોડરમાથી મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં પંચખેરો ડેમમાં બોટ પલટી જતાં 10 લોકો ડૂબી ગયા છે ડૂબનારાઓમાં પાંચ બાળકો બે મહિલાઓ અને બે પુરૂષો સામેલ હોવાનું કહેવાય છે.
આ તમામ લોકો ખેતો ગામના હોવાનું કહેવાય છે ગિરિડીહ જિલ્લો ખેતો ગામનો એક પરિવાર રવિવારે પચખેરો ડેમની મુલાકાતે આવ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને બોટીંગ કરતી વખતે હોડી પલટી ગઈ હતી.
બોટ ચાલક તરીને બહાર નીકળી ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો આ સિવાય બોટમાં સવાર એક વ્યક્તિ પણ કોઈક રીતે બહાર આવી ગયો હતો જ્યારે આ દુર્ઘટનામાં હજુ 8 લોકો લાપતા હોવાનું કહેવાય છે જેમાંથી સાત લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે.
ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર છે ગોતાખોરોની મદદથી લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર છે.