આંધળી ચાકણ પકડી લાવી તાંત્રિકો, લોકો જોડે આવી રીતે પડાવતા હતા પૈસા,રીતે ફૂટ્યો ભાડો…

વડોદરા શહેરના આજવા વિસ્તારમાં એકતાનગર નજીક વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા તેઓ પાસેથી બે જીવતી આંધળી ચાકણ મળી આવી હતી.
પોલીસે આરોપીઓને પકડી વડોદરા વનવિભાગને સોંપ્યા હતા. ત્રણેની ઓળખ શોએબ અખ્તર, સતીશ નાયક અને આકાશ નાયક તરીકે થઇ છે. આરોપીઓ વાઘોડિયાના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આંધળી ચાકણનો તંત્ર-મંત્રની વિધિ માટે ઉપયોગ થતો હોય છે.
પોલીસે સતીશ નાયક, આકાશ નાયક અને સોએબ અખ્તર ચૌહાણ (ત્રણે રહે ભાવપુરા, વાઘોડિયા, જી વડોદરા) ને ઝડપી પાડતા તેમની પાસેથી કાળી ચાદરમાં લપેટેલી બે આંધળી ચાકરણ મળી આવી હતી.
વન વિભાગના અધિકારીઓએ ત્રણેયની પૂછપરછ કરતા હિંમતનગરનો મહેશ બસમાં આંધળી ચાકરણ આપી ગયો હોવાથી વિગતો ખુલી હતી.આંધળી ચાકરણ આજવા રોડ એકતાનગર ખાતે રહેતા ફેજલ મનસુરીએ મંગાવી હોવાની વિગતો ખુલતા વન વિભાગે બંનેની શોધખોળ હાથ ધરી છે.
આવોજ એક બીજો કિસ્સો,રાતોરાત નાણાં કમાવવા માટે આંધળી ચાકરણનો વેપલો કરતી ટોળકીનો પ્રાણી ક્રુર નિવારણ સંસ્થા અને જંગલ વિભાગે પર્દાફાશ કર્યો છે. આ બંને ટીમે નિઝામપુરામાં આવેલી એક ઓફિસમાં દરોડો પાડી આંધણી ચાકરણ કબજે કરી હતી.
આ સાથે વડોદરા નજીક આવેલા ત્રણ ગામમાં ઘરમાં ગેરકાયદેસર રાખવામાં આવતા ચાર સુડો પોપટ કબજે કર્યા હતા.આંધળી ચાકરણ એ સાપની એક પ્રજાતિ છે. જે આંધળી હોય છે. જે અદ્દલ સાપ જેવું જ દેખાતું હોય છે. આ એક બિનઝેરી સાપ હોય છે.
આ સાપને બે મોઢા હોવાથી તેને બે મોઢાવાળા સાપ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આ સાપ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા વાયવ્ય ભાગના સૂકા વિસ્તારોમાં તે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રેતાળ તેમ જ રણ જેવા સૂકા પ્રદેશમાં રેતી પર તે સરળતાથી સરકી શકે છે.
સાંજના ગુજરાત પ્રાણી ક્રૂરતાં નિવારણના મંત્રી રાજ ભાવસારને માહિતી મળી હતી કે એક રેડ સેન્ડ બોઆ, આંધળી ચાકણ વેચવા કે વિધી માટે વડોદરાના નિઝામપુરામાં સવારે આવવાના છે. તેની જાણ જંગલ ખાતાનાં ડી.એફ.ઓ કાર્તિક મહારાજાને કરી હતી.
વન વિભાગના કર્મચારીને સાથે રાખીને એક છટકું ગોઠવ્યું હતું. અને શનિવારે સવારે નિઝામપુરામાં આવેલ હોમાબાની ઓફીસમાં 11.30ની વાગ્યાના સુમારે જીએસએપીસીએ અને જંગલ ખાતાની ટીમે સાથે મળીને છાપો માર્યો હતો.
ટીમે છાપો મારતા જ આંધળી ચાકરણનો વેપલો કરવા નીકળેલા ચાર વ્યક્તિઓ ફફડી ઉઠ્યા હતા. ટીમે ઓફિસમાંથી 4 ફૂટ લાંબી અને 2.5 કિલો વજનની આંધળી ચાકરણ સાથે ત્રણ વ્યક્તિઓ વિપુલ પી. મયાવાંશી, અમરીશકુમાર રાઈ, અને સોહેલ ગુલાબભાઈ મેમણને ઝડપી પાડ્યા હતા.
જ્યારે મુખ્ય સુત્રધાર મનાતો જીજ્ઞેશ મયાવાંશી ફરાર થઇ ગયો હતો. આ ઉપરાંત વડોદરા નજીક આવેલા દસરથ, કરચિયા, અને અજોડ ગામમાં સૂડો પોપટ અને પહાડી પોપટ રાખેલા છે.
જે માહિતીના આધારે જી.એસ.પી.સી.એ.અને વડોદરા વન વિભાગના કર્મચરીઓ સાથે આ ત્રણ ગામોમાં જઈને દરોડો પાડી 4 પોપટ કબજે કર્યા હતા. વન વિભાગે ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.