કાલથી ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી,આ જિલ્લાઓમાં કરાયું રેડ એલર્ટ,ખેડૂતોને કર્યા સાવધાન..
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતની જનતાને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ રાહત નહીં મળે અને ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવો પડશે અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે આગામી 48 કલાકમાં ચોમાસું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે જેના કારણે આવતીકાલે માછીમારો અને બંદરો માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 400 મીમી એટલે કે સિઝનના 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે વલસાડ નવસારી અને દમણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો શનિવારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો શનિવારે જ જામનગર રાજકોટ બોટાદ અમદાવાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે તો રવિવારે જામનગર મોરબી દ્વારકા સુરેંદ્રનગર પાટણ મહેસાણા બનાસકાંઠા પોરબંદર રાજકોટ બોટાદ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તારીખ 23 અને 24 જુલાઇના રોજ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે રાજ્યમાં સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ વરસશે.
તો કચ્છમાં 23 જુલાઇના રોજ અતિભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં પણ 23 અને 24 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરાઇ છે તો 22 જુલાઈએ સુરત વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસશે આથી 23 અને 24મી તારીખે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યમાં દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું.
કે રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે રાજ્યમાં સાબરકાંઠા કચ્છ બનાસકાંઠામાં સારો વરસાદ થયો તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે.
રાજ્યમાં કચ્છ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 24-25મીએ કચ્છ જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે રાજ્યમાં કચ્છ ડાંગ વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે.
હજુ પણ રાજ્યમાં કુલ 55 જેટલા બસોના રૂટ બંધ છે વરસાદના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોનાં મૃત્યુ થયા છે ઉકાઈ ડેમમાંથી પણ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે 2.70 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં પાકને નુકસાન થઈ શકે છે.