વિધવા મહિલાને વારંવાર હવસનો શિકાર બનાવ્યા બાદ યુવકે જે કહ્યું એ જાણીને ચોકી જશો..

માંગરોળ તાલુકાના સરસાલી ગામે રહેતાં એક શખ્સે મહિલાને વિધવા સહાય શરૂ કરાવી દેવાની લાલચ આપી હતી અને મહિલાની અશિક્ષિતતા નો લાભ લઈ લગ્નનું ખોટું સર્ટી પણ બનાવી લીધું હતું.
અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું અંતે છેતરપીંડી થયાનું બહાર આવતા મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, માંગરોળ પંથકના સરસાલી ગામે રહેતી એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રફુલ ભીમાભાઈ ગરેજાએ વિધવા સહાય શરૂ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ આ મહિલા સાથે પ્રફુલે લગ્ન કર્યા હોવાનું ખોટું પ્રમાણપત્ર બનાવી લીધું હતું અને જે શીલ પોલીસ મથકમાં રજૂ પણ કરી દીધું હતું.
તેમજ આ વિધવા મહિલાને તેમની સાથે લઈ જવા માટે ધમકી પણ આપી હતી. આ ઉપરાંત વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.અને મહિલાએ પ્રફુલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આમ આ શખ્સે મહિલાને મહિને 1250 રૂપિયાની સહાય શરૂ કરાવવાને લઈ છેતરપીંડી થી બોગસ મેરેજ સર્ટી તૈયાર કર્યું હતું અંતે ભાંડો ફૂટ્યો હતો.
આવોજ એક બીજો કિસ્સો,રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એક વિધવા મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપીએ લગ્નના બહાને મહિલા પર બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તે પહેલાથી જ પરિણીત હતો. હવે મહિલા ગર્ભવતી છે.
જ્યારે મહિલાએ તેને લગ્ન માટે પૂછ્યું તો તેણે તેને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો. મળતી માહિતી મુજબ મામલો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એક વિધવા મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે તેના પતિનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું.
તેણીને બે પુત્રો છે જેની સાથે તે રહે છે. બે વર્ષ પહેલા તેની મુલાકાત નાગૌર જિલ્લાના નિમ્બી જોધાના રહેવાસી મનોજ ધોલી સાથે થઈ હતી. પોતાને અપરિણીત જાહેર કરીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
ત્યારપછી મનોજ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરતો રહ્યો.આ દરમિયાન પીડિતાને પણ ખબર પડી કે તે પરિણીત છે, પરંતુ ત્યાં સુધીમાં તે ગર્ભવતી થઈ ગઈ હતી. જ્યારે પીડિતાએ આરોપી મનોજ સાથે લગ્ન કરવાની વાત કરી તો તેણે તેની સાથે મારપીટ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું.
બે દિવસ પહેલા આરોપીઓએ મહિલાને મારપીટ કરીને ઘરની બહાર કાઢી મુકી હતી. જે બાદ 8 મહિનાની ગર્ભવતી મહિલા તેના બે બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પોલીસ આરોપીને શોધી રહી છે.