જેઠે સગી ભાભી પર કર્યો બળાત્કાર,ભાભીને લઈ જવી પડી હોસ્પિટલ,પછી જે થયું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે..

મધ્યપ્રદેશના મંદસૌરમાં પરિણીત મહિલા પર બળાત્કાર અને હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે મંદસૌર પોલીસે આ કેસમાં મહિલાના જેઠની ધરપકડ કરી છે આરોપીએ બળાત્કાર બાદ મહિલાની હત્યા કરી હતી.
આ હત્યાકાંડને છુપાવવા માટે ઘણી વાર્તાઓ બનાવવામાં આવી હતી મંદસૌર જિલ્લાના દલોડા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ધુંડકા ગામમાં રહેતી 36 વર્ષીય મહિલા સીડી પરથી લપસીને ગંભીર રીતે ઘાયલ થઈ છે.
આ પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેનું કરૂણ મોત નીપજ્યું દલોડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ સિંહે જણાવ્યું કે આ મામલે માતા-પિતા અને સાસરિયાઓએ કોઈ શંકા નથી કરી.
જોકે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે સમગ્ર મામલો શંકાસ્પદ જણાતો હતો મહિલાના ગળા પર ઈજાના નિશાન હતા આ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો પોલીસે જ્યારે સમગ્ર મામલાની તપાસ કરી.
ત્યારે રેખાબાઈના જેઠ સુનીલ રાઠોડની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી આ પછી તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવ્યો પોલીસે મહિલાના પતિ હેમંત અને ઘરેલુ નોકર પ્રિતમના નિવેદન પણ નોંધ્યા હતા.
સાસરિયાં હોસ્પિટલમાંથી મહિલાનું શબ લાવ્યા હતા અર્થી પણ તૈયાર કરી દેવામાં આવી હતી મહિલાના પિતાએ જણાવ્યું આ દિવસે બપોરે 3.30 વાગે ભાઈના દીકરા પર ફોન આવ્યો. તેમણે કહ્યું તમારી બહેન સીડી પરથી પડી ગઈ.
ત્યાં જઈને જોયું તો દીકરીની અર્થી તૈયાર હતી દીકરીના સસરા એમ કહેતા હતા કે તે ઉપરથી પડી તો સાસુ કહેતી હતી કેમ નીચેથી પડી તો નોકર કઈંક અલગ જ કહી રહ્યો હતો જેઠ કહેતો હતો કે હું ઉપર હતો.
મને અવાજ આવ્યો પડવાનો શક પડતાં દીકરીના ગળા પરથી કપડું હટાવ્યું તો નિશાન હતાં ત્યારબાદ મંદસૌર લઈ જઈને પોસ્ટમૉર્ટમ કરાવ્યું પોલીસે જણાવ્યું કે જ્યારે આ કેસમાં નિવેદન લેવામાં આવ્યા ત્યારે નોકર પ્રીતમ હેમંત અને આરોપી સુનીલના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવ્યો.
આ પછી પોલીસની શંકા વધુ પ્રબળ બની છે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મામલે કોઈના તરફથી કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નથી સમગ્ર મામલાને ધ્યાને લઈ પોલીસે જાતે જ હત્યાનો પર્દાફાશ કર્યો હતો.
આરોપી સુનિલે ટેરેસ પર કપડા સૂકવવા આવેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો આ વિરોધ દરમિયાન આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી આરોપીએ પોતાનું કૃત્ય છુપાવવા માટે લાશને સીડી પરથી નીચે ફેંકી દીધી હતી.
આરોપી સુનીલે પોલીસને જણાવ્યું કે તેણે ફિલ્મોમાં જોયું છે કે સીડી પરથી પડીને પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે આ ઘટનાને ફિલ્મી સ્ટોરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તેનો પર્દાફાશ કર્યો હતો