વડોદરાની શરમજનક ઘટના,પોલીસ સ્ટેશનમાં જ એક યુવેક મહિલાને 3 વાર બનાવી હવસનો શિકાર,મહિલા ની હાલત ખરાબ થતા..
દેશભરમાં મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર અને હિંસાના ગુનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે વડોદરામાં પણ બળાત્કારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાયદાના રક્ષક તરીકે ઓળખાતા પોલીસ વિભાગના કર્મચારીએ નરભક્ષી બનીને મહિલા પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે મહિલાએ પાણીઘાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાખી શરમાતી હોવાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જેમાં વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી નશીરભાઈએ મહિલા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે મહિલાએ ગઈકાલે 20 ઓક્ટોબરના રોજ આરોપી નાસીરભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નશીરભાઈ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
ફરિયાદી મહિલાનો પતિ ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે. આરોપી પોલીસ અધિકારીએ ફરિયાદીના પતિને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી, જે બાદ આ લાંચના પૈસા લેવાના બહાને આરોપી ફરિયાદના પતિને મળવાના બહાના તેમના ઘરે મે તેમજ જુન-2022ના મહીનામાં પહોંચ્યો હતો.
જ્યાં રાત્રીના સમયે મહિલાના પતિને જમવાનું લેવા માટે મોકલી મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. આરોપીએ રીયાદી બેનની એકલતાનો લાભ લઈ તેઓના હાથ પકડી તેઓની સાથે જબરજસ્તી કરી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો.
એટલું જ નહીં આરોપીએ પીડિત મહિલાને ધમકી આપી હતી કે, જો તે આ વિશે પોતાના પતિને જાણ કરશે તો તેના પતિને ડ્રગ્સના કેસમાં ફસાવી દેશે. જેથી ગભરાઈને મહિલાએ પોતાના પતિને આ વિશે જાણ કરી ન હતી.
એટલું જ નહીં, આરોપીએ પીડિત મહિલાને ધમકી આપી હતી કે જો તે તેના પતિને આ વિશે કહેશે તો તે તેના પતિને ડ્રગ્સના કેસમાં ફસાવી દેશે. જેથી ગભરાયેલી મહિલાએ તેના પતિને આ અંગે જાણ કરી ન હતી.
પરંતુ આખરે આરોપીની હેરાનગતિનો સામનો કરી રહેલી મહિલાએ ગઈકાલે 20 ઓક્ટોબરના રોજ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે પાણીઘાટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.