આ રીતે ઘરે જ માં મોગલ ની કરી શકો છો પૂજા,મણીધર બાપુ એ જણાવ્યો ઉપાય..

ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.
કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.મણિધર બાપુ મોગલ ધામમાં બિરાજમાન છે અને ભક્તોને યોગ્ય સલાહ આપે છે. મણિધર બાપુ પાસે આવેલા ઘણા ભક્તોએ તેમને પૂછ્યું કે જ્યારે સમાધિના દર્શન શક્ય ન હોય ત્યારે ઘરે માતા મોગલની પૂજા કેવી રીતે કરવી.
સૌપ્રથમ માતા મોગલને યાદ કરો અને તેમની તસવીર ઘરમાં લગાવો. તેમનો ફોટો લગાવ્યા પછી તેમની સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. સાથે કુળદેવીની પૂજા.
મણિધર બાપુ પાસે આવતા ઘણા ભક્તો તેમને પૂછે છે કે જ્યારે કબરાઉધામ દર્શન કરવા આવી શકાય તેવી સ્થિતિ ન હોય તો ઘરે માતા મોગલ ની પૂજા કેવી રીતે કરવી.
જેના જવાબમાં મણિધર બાપુએ કહ્યું કે જો તમારે ઘરે માતા મોગલની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ માં મોગલને યાદ કરો અને તેમનો ફોટો ઘરમાં લગાવો. તેમનો ફોટો લગાવ્યા પછી તેમની સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. સાથે કુળદેવીની પૂજા.
મણિધર બાપુના કહેવા પ્રમાણે જ્યારે પણ તમે મોગલ માંની પૂજા કરો ત્યારે ગૂગળનો ધૂપ પ્રગટાવો. આ માતાને ખુશ કરે છે. માં મોગલની પૂજા કરતી વખતે ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી.
માતાને પ્રસન્ન કરવા હોય તો જરૂરિયાતમંદને વસ્ત્ર દાન કરવા જોઈએ, માતા પ્રસન્ન થાય છે. મંગળવારે ગરીબ બાળકોને તેમના ઘરે બોલાવીને પ્રેમથી પૂજા કરવી જોઈએ, આમ કરવાથી તેમને પણ માતાના આશીર્વાદ મળે છે.
આશીર્વાદ મણિધર બાપુએ જણાવ્યું હતું કે જો કોઈ સાચા હૃદયથી માતાનું સ્મરણ કરે તો માતા હાજર રહીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. માતાના આશીર્વાદ લેવા જે પણ ભક્તો કબરાઉધામ આવી શકતા ન હોય તે આ રીતે ઘરે માતાજીની પૂજા અર્ચના કરી શકે છે.
મણીધર બાપુએ જણાવ્યું છે કે, માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.
તમને જણાવી દઈએ કે, મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે.
તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે.
આમાં તમે મા મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે. પરંતુ મા મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવો.તમારા કુળદેવી આગળ દીવો કરવાથી કુળદેવી તો ખુશ થશે જ અને સાથે સાથે મા મોગલ પણ પ્રસન્ન થશે.
આ ઉપરાંત ધૂપ કરવાનો અન્ય એક ફાયદો એ છે કે તેનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું અને શાંતિમય રહેશે. પરિવારમાં શાંતિ રહેવાથી આપોઆપ માનસિક શાંતિ પણ મળે છે. માટે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ.
માં મોગલ તમામ ભક્તોની સાથે જ છે અને તેઓમાં આસ્થા દાખવનારા સૌ કોઈની મનોકામનાઓ તે પૂર્ણ કરે છે. કહેવાય છે કે મા મોગલ મોગલ ધામમાં સાક્ષાત વિરાજમાન છે.