1300 વર્ષ પહેલાં માં મોગલ ધરતીમાં સમાઈ ગયા ત્યારે ઘટી હતી આ ઘટના,જાણો માં મોગલનો ઇતિહાસ..

મોગલમાંનો પરચો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને લોકો ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેમજ મોગલમાં એટલે એક એવી આઈ છે કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તેમજ આધારે વરણ માં મોગલને ખૂબ જ માને છે અને એવું પણ કહેવામા આવી રહ્યું છે કે માં મોગલ એ ભગુળામાં સાક્ષાત બેઠી છે.
તેમજ આઈશ્રી માં મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે તેવું કહેવામા આવ્યું છે અને મોગલ માંના પિતા દેવસુર ધાંધણીયા અને માતા રાણબાઈમાં છે અને તેમના જન્મ સ્થળની વાત કરવામાં આવે તો તે છે ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.
તેમજ આગળ વાત કરવામાં આવે તો માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે.
પણ આ વાતની કોઈને જાણ ન હતી કે તેમની પાસે કેવી શકિત છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ શ્રી મોગલ માં નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે.
ત્યાં માં મોગલને ખૂબજ માનવામાં આવે છે. તેની સાથે કહેવામા આવે છે કે જ્યાં તે સાચા મનથી માનતા માને છે તો તેમની માનતા જરૂર પુરી થાય છે અને ભગુળાને મોગલધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમજ આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું મોટું અને મહત્વનું રહસ્ય રહેલુ છે.મોટા પ્રમાણમાં લોકો ત્યાં જોવા મળતા હોય છે અને તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે.
તેમ કહેવામા આવ્યું છે અને ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુળા ગામમાં આઈ મોગલ બેઠી છે જે લોકોની દરેક મનોકનમાં પૂર્ણ કરે છે અને તેમજ આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજૂર છે.
તેવું માનવામાં આવ્યું છે અને આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુળા માઁ મોગલનું ધામ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે મોગલ માં ના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.
ગાડા, ધોડા પર માં ની જાન આવી હતી. માં ને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમયે દિકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા.
એ સમયે માં ના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પુછયા.
પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાણ આગળ વધી.
વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો. પછી જેમ જળબંબાકાર તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય, તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલ માં પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી.
નકકર આવું ન કરે.વાંજીએ આ પરચો દેખાડયો અને અળદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા.
ત્યારે મોગલ માં ના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ-નગારા લઈને આવ્યા. પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે દસૈયુ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે, પરંતુ મોગલ માં એ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા.
ચારણને મનમાં એક વિચાર આવ્યો કે, તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ. એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી. અને ચારણોનાં રીતિ-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય.
તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માં ના ભ્રમર ફર્યા, અને માં એ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી.
ઉપરાંત કહ્યું કે, આઈ માં ને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું.મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો.
તેઓ માં ને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા.વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માં એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.
લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું એટલે માં એ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે.
હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.પછી માં મોગલ ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા, અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે.
ધરતીમાં સમાતા સમયે મોગલ માં ના શબ્દો હતા કે, બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે.
નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.ધરતીમાં સમાતા સમયે મોગલ માં એ પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે, તે દર ત્રણ વર્ષે માં ને આ પોષાક પહેરાવે.
આ કારણે મોગલ માં નો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે, અને એ વખતે માં નો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે.
લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માં ના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.