માત્ર 5 મિનિટ માં જાણો દૂધ અસલી છે કે નકલી..
દૂધ એક એવું પીણું છે જે દરેકને જરૂરી છે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને દૂધની જરૂર હોય છે દૂધમાંથી આપણને કેલ્શિયમ મળે છે પરંતુ આજકાલ દૂધમાં ભેળસેળના અહેવાલો સામે આવી રહ્યા છે.
નકલી દૂધનું સેવન કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે આથી તમારા ઘરમાં જે દૂધ આવી રહ્યું છે તે શુદ્ધ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેથી સમય સમય પર તેને તપાસો માત્ર છૂટું દૂધ જ નહીં પણ પેકેજ્ડ દૂધ પણ નકલી હોઈ શકે છે.
આવો અમે તમને કેટલીક એવી ઘરેલું ટિપ્સ જણાવીએ જેના દ્વારા તમે ચકાસી શકો છો કે તમે જે દૂધ પી રહ્યા છો તે નકલી તો નથી ને આવો જાણીએ તેના વિશે દરેક વ્યક્તિ દૂધ લેતા પહેલા એક વાર તેને સૂંઘે છે.
દૂધની શુદ્ધતા દૂધની સુગંધથી જ જાણી શકાય છે જો તમને લાગે કે દૂધમાં સાબુ જેવી ગંધ આવે છે તો તે સિન્થેટિક દૂધ હોઈ શકે છે થોડું કાચું દૂધ લો તેને હથેળી પર ઘસો અને તેનો સ્વાદ લો સાચા દૂધમાં થોડી મીઠાશ હોય છે.
અને જો દૂધ નકલી હોય તો તેમાં મીઠાશ હોતી નથી જ્યારે આપણે વાસ્તવિક દૂધ ઉકાળીએ છીએ ત્યારે તેનો રંગ બદલાતો નથી જ્યારે નકલી દૂધ ઉકાળવાથી તે થોડું પીળું થઈ જાય છે જો તમારે દુધમાં સ્ટાર્ચ ભેળવવામાં આવી છે.
તે જાણવું હોય તો દુધની અંદર 2 ચમચી મીઠું 5 મિલીલીટર દૂધમાં નાખવું આ રીતે નાખવાથી દૂશમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ અને હાર્બોહાઈડ્રેટ હશે તો દુધનો રંગ નીલો થઈ જશે ઘણી વખત દુધમાં ભેળસેળ કરવા માટે તેમાં ધોવાનો સોડા પણ નાખતા હોય છે.
આ રીતે દુધમાં ધોવાનો સોડા નાખવામાં આવ્યો છે કે નહિ તે જાણવા માટે દુધને એક કાચની શીશીમાં ભરવું આ રીતે દુધને કાચની શીશીમાં ભર્યા બાદ જોર જોરથી હલાવવું આમ કરવાથી વધારે પ્રમાણમાં દુધમાં ફીણ વળે તો સમજવું કે દુધમાં ધોવાનો સોડા ભેળવવામાં આવ્યો છે.
આ ફીણ પણ ઘણા સમય સુધી રહે છે ઘણી વખત આવું ધોવાના સોડા વાળું કે ડીટર્જ્ન્ટ વાળું દૂધ ખાવામાં પણ કડવું લાગતું હોય છે મીણબત્તીની મદદથી દુધની ભેળસેળ કે નકલી દુધને જાણી શકાય છે.
આ રીતે ચેક કરવા માટે એક કાચના ગ્લાસમાં દૂધ ભરી લેવું અને પછી મીણબત્તી સળગાવવી આ સળગાવેલી મીણબત્તીની જ્યોતની ઉપર એક ફૂટની ઊંચાઈ પર આ ગ્લાસને રાખવો જો આ સમયે મીણબતીની જ્યોત લાંબી દેખાય તો તે દૂધ શુદ્ધ હોય છે.
આ સમયે જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધ નકલી હોય છે દુધને સામાન્ય થ વધારે સમય સુધી ગરમ કરવાથી તેની ભેળસેળ જોવા મળે છે જો દુધને વધારે સમય સુધી ગરમ કરવામાં આવે તો તેના ઉપર મલાઈ જામે છે.
આ મલાઈનો રંગ જો પીળો હોય તો તેમાં યુરિયા કે બીજું અન્ય કોઈ કેમિકલ ભેળવવામાં આવ્યું હોય છે હથેળી પર સાચુ દૂધ ઘસવાથી ચીકણું લાગતું નથી જ્યારે નકલી દૂધ હથેળી પર ઘસવાથી ચીકણું લાગે છે.
વોશિંગ પાવડર ઉમેરીને નકલી દૂધ બનાવવામાં આવે છે જો તમારે તેનો ટેસ્ટ કરવો હોય તો કાચની પાતળી શીશીમાં દૂધ ભરીને તેને ઝડપથી હલાવો જો ફીણ વધારે હોય અને લાંબા સમય સુધી રહે તો સમજવું કે તેમાં વોશિંગ પાવડર મિક્સ કરવામાં આવ્યો છે આ પ્રકારના નકલી દૂધથી દૂર રહો કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.