બાળક જ્યાં સુધી 6 મહિનાનું ના થાય ત્યાં સુધી માતાએ પોતાનું જ દૂધ આપવું જોઈએ,જાણો કેમ?. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

બાળક જ્યાં સુધી 6 મહિનાનું ના થાય ત્યાં સુધી માતાએ પોતાનું જ દૂધ આપવું જોઈએ,જાણો કેમ?.

Advertisement

માતાનું દૂધ ન્યૂટ્રિશિયન્સથી ભરપૂર હોય છે તેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને નવજાત શિશુની તંદુરસ્તી વધારે છે તથા જન્મ પછી તરત મૃત્યુના સંકટને ઘટાડે છે સાથે-સાથે બ્રેસ્ટફિડીંગના કારણે બાળકને મિડર ઈયર ઈન્ફેક્શન ડાયાબિટિસ માનસિક વિકાસમાં અટકાવ જેવી અનેક બીમારીઓથી બચાવી શકાય છે.

આ ઉપરાંત બ્રેસ્ટફિડીંગથી માત્ર બાળક જ નહીં માતાને પણ ઘણા બધા ફાયદા થાય છે નિષ્ણાતો માને છે કે આના કારણે બ્રેસ્ટ તથા ઓવેરિયનના કેન્સરનો ખતરો ઘટે છે સાથે સાથે પ્રેગ્નેન્સી બાદ તથા વધારાના બ્લિડિંગમાં પણ રાહત મળે છે.

અને એક્સટ્રા કેલરી બર્ન થાય છે નવજાત બાળકને 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવું જોઈએ 6 મહિના સુધી પાણી આપવું જોઈએ નહીં નવજાત બાળકને 6 મહિના પહેલા પાણી પીવડાવવું જીવલેણ સાબિત થઈ શકે છે.

ઘણી વખત લોકો 6 મહિના પહેલા બાળકને પાણી આપવાનું શરૂ કરી દે છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે માતાના દૂધમાં લગભગ 90 ટકા પાણી હોય છે અને આ જ કારણ છે કે બાળકોને 6 મહિના પહેલા પાણી આપવામાં આવતું નથી.

ભલે ગમે તેટલી ગરમી હોય માતાનું દૂધ બાળકના શરીરને સંપૂર્ણપણે હાઇડ્રેટેડ રાખે છે કેટલાક સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે માતાનું દૂધ માત્ર પાણીની ઉણપને જ નહીં પરંતુ અન્ય જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO અનુસાર જન્મના 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ અને બાદમાં સમયાંતરે ફિડિંગ કરાવવું જોઈએ જોકે 1 વર્ષની ઉંમર સુધી તેને નિયમિત બ્રેસ્ટફિડીંગ કરાવવું જોઈએ.

ત્યારપછી જો માતા અને બાળક બંનેને અનુકૂળ હોય તો આ પ્રક્રિયા 2 વર્ષ સુધી પણ ચાલુ રાખી શકાય છે સ્તનપાન છોડાવવાનો તબક્કો દરેક માતા માટે અલગ-અલગ હોઈ શકે છે જેમ કે ઘરે રહેનારી માતાઓ સ્તનપાનને લાંબા સમય સુધી ચલાવી શકે છે.

જ્યારે વર્કિંગ વુમન સ્તનપાન વહેલું છોડાવવા માટે ફોર્સ કરતી હોય છે ઘણીવાર એવું થાય છે કે સ્તનપાન છોડાવ્યા બાદ પણ બાળક તેની ડિમાન્ડ કરે છે બ્રેસ્ટફિડિંગ મેટર્નલ સમયે સુપરપાવર ફૂડ છે અને સમય પહેલા તે બંધ ન કરવું જોઈએ.

જો તમારું બાળક છ મહિના બાદ પણ બ્રેસ્ટ મિલ્કની ડિમાન્ડ કરે તો તમારે તેમા વધુ બીજા સપ્લિમેન્ટ્સ ઉમેરવા જોઈએ કારણ કે તેને બીજા ન્યૂટ્રિશિયન્સની પણ જરૂર હોય છે બ્રેસ્ટ મિલ્ડ થોડા સમયના બ્રેક બાદ પણ આપવવામાં આવે તો તેની ન્યૂટ્રિશનલ વેલ્યૂમાં કોઈ ઘટાડો થતો નથી.

તે માતા અને બાળકના કમ્ફર્ટ પર નિર્ભર કરે છે કે તે સ્તનપાનની પ્રક્રિયાને એક વર્ષ બાદ પણ કેટલા સમય સુધી ચાલુ રાખવા માગે છે તોમર અંતમાં કહે છે કે વ્યક્તિના સંપૂર્ણ વિકાસનો આધાર શિશુ અવસ્થામાં તેણે કરેલા બ્રેસ્ટફિંડીંગ પણ જાય છે.

અને બ્રેસ્ટ મિલ્કની કોઈ એક્સપાઈરિ ડેટ હોતી નથી માતા અને બાળક ઈચ્છે ત્યાં સુધી તે ચાલુ રાખી શકાય છે આપને સલાહ મળી હશે કે બાળકને ડિહાઇડ્રેશનથઈ બચાવવા માટે પાણી આપવું જોઇએ.

પરંતુ હકીકત એ છે કે ઉનાળાની મોસમમાં પણ આપનું બાળક આપનાં દૂધમાંથી પાણીની ઉણપ દૂર કરી લે છે આપનાં દૂધમાં 88 ટકા પાણી હોય છે કે જે આપનાં બાળક માટે બરાબર છે પછી મોસમ ભલે કોઈ પણ હોય 6 માસ કરતા નાના બાળકને પાણી આપવું તેને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

તેની સૌથી મોટી અસર બાળકને પાણીનો નશો થવો અને પોષણ ન મળવો થઈ શકે છે જ્યારે તેનું પેટ ભરેલું હશે તો તે માતાનું દૂધ નહીં પીવે કારણ કે ઉસે ભૂખ તો લાગશે નહી ધ્યાન રાખો કે બાળકનું પેટ બહુ નાનુ હોય છે તે માત્ર આપનાં દૂધથી ભરી જશે.

તેથી એ જાણવું જરૂરી છે કે નવજાત બાળકને દૂધ ક્યારે પીવડાવવું જોઇએ હાલ સ્તનનું દૂધ પુરતું છે બાળકનાં જન્મનાં થોડાક દિવસોમાં માતાનાં સ્તનમાંથી કોલોસ્ટ્રમ ગાઢું દૂધ નિકળે છે તે તેને હાઇડ્રેટેડ રાખવા માટે પુરતું છે.

આપ જેટલું દૂધ પીવડાવશો તેટલું જ દૂધ ઉત્પન્ન થશે તેનાથી બાળકને પાણી પણ વધુ મળશે આ સમયે પાણી પીવડાવવું નુકસાનકારક નથી પણ આ ગાળામાં પણ તેની સલાહ નથી અપાતી સ્તનનાં દૂધથી તેની પૂર્તિ થઈ જશે દૂધથી પોષણ પણ મળી જાય છે.

ભૂખ અને તરસ પણ મટી જાય છે છતાં દૂધ પીતા બાળકને ઉનાળાનાં દિવસોમાં થોડુંક પાણી પીવડાવી શકાય છે 6 મહિના કરતા મોટા બાળકને દિવસમાં ઘણી વાર પાણી પીવડાવવું સારૂં છે જ્યારે બાળક થોડુંક સૉલિડ ફૂડ લેવાનું શરૂ કરે છે.

તો દૂધ અને પાણી સૉલિડ ફૂડ સાથે થોડુંક આપી શકાય છે પરંતુ 6 મહિના સુધીનાં બાળકને સ્તનપાન કરાવવું યોગ્ય છે જ્યારે આપને જાણ થઈ ગઈ છે કે બાળકને પાણી ક્યારે પીવડાવવું તો આ વાતોનું ધ્યાન રાખો બાળકને વધુ પાણી પીવડાવવાથી દૂધ અને બૅબી ફૂડનું પોષણ બરાબર નહીં મળે.

જ્યારે બાળકનું ફૂડ બનાવો તો તેનાં પર લખેલા નિર્દેશો ધ્યાનથી વાંચો જણાવેલી પાણીની માત્રા જ નાંખો વધુ પાણીની આદતથી વૉટર ઇન્ફેક્શન થઈ શકે છે શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગડવાથી આવું થાય છે વધુ પાણીથઈ સોડિયમનું કૉન્સન્ટ્રેશ ઓછું થશે.

તેનાથી ઓડેમા અને ફુલાવો થશે તેથી તેમને 6 માસ પહેલા પાણી આપવું યોગ્ય નથી પ્રયત્ન કરો કે 6 માસ સુધી બાળક માત્ર માતાનું દૂધ જ પીવે બાળકને સ્તનપાન ઓછું કરાવવાથી ડાયરિયા ન્યુમોનિયા જેવી પ્રાણઘાતક બીમારીઓ બાળકને થઈ શકે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button