હવસખોર પતિ સમા-ગમ દરમિયાન પત્ની ની એવી હાલત કરી નાખતો કે પત્નીને સવારે ઉભું પણ ના થવાતું…

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકની પરિણીત મહિલાના પતિએ સેક્સ પાવરની દવા ખાઈને શરીર સંબંધ બાંધતા એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ધોરાજી, ઉપલેટામાં પતિના શારીરિક સંબંધના કારણે પત્નીની તબિયત લથડતા પહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાદમાં પત્નીએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસનો કેસ નોંધાવ્યો હતો.
જેમાં એવું કહેવાય છે કે, પતિ શારીરિક સંબંધ બાંધવા માટે ઢીકાપાટુનો માર મારતો હતો.પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પત્નીના લગ્ન છ માસ પહેલા જામકંડોરણા ગામના એક યુવક સાથે થયા હતા.
લગ્ન જીવનની શરૂઆતથી જ સાસુ, સસરા, જેઠ જેઠાણી, નણંદ કરીયાવર બાબતે મેણાટોણા મારતા અને પતિની કાન ભંભેરણી કરી માનસિક ત્રાસ આપતા હતા. આ સિવાય પતિ સેક્સ પાવર વધારવા માટે અવારનવાર સેક્સ પાવર દવાનો ઉપયોગ કરતો હતો અને ઢીકાપાટુનો માર મારતો હતો.
શારીરિક સંબંધ બાંધ્યા બાદ નબળી પડી જતાં પરિણીતાને પ્રથમ ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં, ત્યારબાદ ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં અને અંતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
પત્નીની ફરિયાદના આધારે જામકંડોરણા પોલીસે પતિ, સાસુ, જેઠ-જેઠાણી અને નણંદ સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધીને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આવોજ એક બીજો કિસ્સો,પત્ની ગર્ભવતી બને ત્યારે પતિને હંમેશા ખુશી થતી હોય છે. પણ વડોદરામાં રહેતી પરિણિતા માટે આ ખુશી તેના પતિએ છીનવી લીધી હતી. પત્નીએ પતિને કહ્યું કે તે ગર્ભવતી છે. ત્યારે આ વાત સાંભળીને ખુશ થવાના બદલે પતિ નારાજ થઈ ગયો હતો. બાદમાં બળજબરૂપૂર્વક પત્નીનો ગર્ભપાત કરાવી દીધો હતો.
એટલું જ નહીં દહેજની માગણી પૂરી ન થતા પતિ અને સાસરીયાઓ પરિણિતા પર ત્રાસ ગુજારતા હતા. આખરે પતિ સહિત સાસરીયાઓની શાન ઠેકાણે લાવવા માટે પરિણિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બહારનપુરા વિસ્તારમાં રહેતા સુરભીબેને સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપો કર્યા છે કે, હાલ તેઓ પોતાની માસીના ઘરે રહે છે. વડોદરાની રાજરતન સોસાયટીમાં રહેતા ધ્રુવિલ અશોકભાઈ જયસ્વાલ સાથે 2017માં તેના લગ્ન થયા હતા. એ પછી રાજીખુશીથી છૂટેછેડા થઈ ગયા હતા.
એ પછી ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેષ શ્રીકાંત જયસ્વાલ સાથે સગાઈ થઈ અને 2021માં લગ્ન થયા હતા.લગ્નના થોડા સમય બાદ પરિણિતા ગર્ભવતી બનતા પતિને વાતની જાણ કરી હતી. આ વાત સાંભળીને ખુશ થવાના બદલે પતિ નારાજ થઈ ગયો અને ઉશ્કેરાઈ ગયો હતો.
જે બાદ પતિએ બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દીધો. સાસુ અને સસરા પણ પતિની ચઢામણી કરતા અને વધુ દહેજની માગણી કરતા હતા. પતિ, સાસુ અને સસરા માર મારતા હતા. પરિણિતાના પિતાએ પણ થોડા સમયમાં વધુ દહેજ ચૂકવી દેવાની વાત કરી હતી.
તેમ છતા સાસરીયાઓએ વાત માની નહીં અને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.આ ઘટના બાદ પરિણિતાના પિતાએ પાંચ લાખ રુપિયા રોકડા આપ્યા હતા. તેમ છતા તેઓને ત્રાસ યથાવત રહ્યો હતો. પતિ અને સાસરીયાઓના આ કૃત્યથી પરિણિતા પર કંટાળી ગઈ હતી.
આખરે પતિ સહિત સાસરીયાઓને પાઠ ભણાવવા માટે પરિણિતાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.