લાખો રૂપિયાના સોના ના દાગીના લઈને મોગલધામ માં આવ્યો આ વ્યક્તિ,માં મોગલે કરી હતું આ માનતા પુરી..
આપણે બધાએ માં મોગલના ઘણા બધા પરચા બતાવ્યા છે, માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને અપરંપાર પરચા આપ્યા છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે.
તમામ ભક્તોની મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે.
જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં દુ:ખ આવે છે, ત્યારે તેઓ માં મોગલ ને યાદ કરે છે.માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માં મોગલ અઢારે વરણની માતા કહેવાય છે.
માં મોગલે આજદિન સુધીમાં લાખો ભક્તોને પરચા પણ બતાવ્યા છે.હાલમાં જ અહીં એક વ્યક્તિ મોગલ ધામ આવ્યો હતો. તેમનું એટલું મોટું કામ માં મોગલ એ પૂરી કરી હતી કે તેમની શ્રદ્ધા માં મોગલ પર બમણી વધી ગઈ અને પછી તેમણે જે કર્યું તે જોઈને કબરાઉ આવેલા ભક્તો પણ ચોકી ગયા.
આ વ્યક્તિ પોતાની સાથે માં મોગલ માટે 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યો હતો. તેમણે આ હાર માતાને ચડાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી અને મણીધર બાપુને મળ્યા અને તેમને પોતાની માનતા વિશે કહ્યું. તેમને કહ્યું કે એક વર્ષ પહેલાં તેમનો 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો.
આટલો મોટો હાર ખોવાઈ જતા પરિવારના લોકો પણ ચિંતા વધી ગઈ હતી અને તેમણે ઘણો શોધ્યો પણ સોનાનો હાર મળ્યો ન હતો. ઘણા દિવસો વિતી ગયા પણ સોનાના હાર મળતો ન હતો. તેવામાં તેમણે માં મોગલ ને યાદ કર્યા અને માનતા માની.
માનતા રાખ્યા ના થોડાક જ દિવસોમાં જે હાર ઘણા સમયથી મળતો ન હતો તે હાર તેમના ઘરમાંથી જ મળી આવ્યો. તે પછી આ યુવકે તેજ સોનાના હાર માંથી જ માતાજી માટે સોનાના દાગીના કરાવ્યા અને ચઢાવવા માટે મોગલ ધામ આવ્યો હતો.