પરિણીત પુરુષે સગીર વયની યુવતી સાથે વારંવાર સંબંધ બાંધી બનાવી ગર્ભવતી,આવી રીતે ફૂટ્યો ભાંડો..

એક મકાનમાં ઉપર નીચે રહેતા થયેલી ઓળખાણ બાદ લગ્નની લાલચ આપી તેમજ પરિવારને જાનથી મારી નાંખી પોતે પણ મરી જશે એવી ધમકી આપી સગીરાને ભગાડી જઈ બળાત્કાર કરી સગર્ભા કરનાર આરોપીને કોર્ટે દસ વર્ષ સખત કેદની સજા ફટકારી છે.
કેસમાં પકડાયેલો આરોપી વિક્રામ રતિલાલ ચુનાર (ઉં.વ. 41)ને દસ વર્ષની સખત કેદ તેમજ પંદર હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી હતી.
સગીરાને વિક્રમ થકી બાળકી જન્મી હતી.કેસમાં તા. 2-10-2018ના રોજ બનેલા ગુનામાં આરોપી પોતે પહેલા સામસામે અને ત્યારબાદ એક મકાનમાં ઉપર નીચે રહેતા હોય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
જોકે, સગીરાએ લગ્નનો ઈન્કાર કરી દેતા આરોપીએ બનાવના દિવસે તેણી નહીં આવે તો તેના પરિવારને મારી નાંખશે અને પોતે પણ મરી જશે એવી ધમકી આપતા તેને ભગાડી ગયો હતો. જે દરમિયાન આરોપીએ તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કર્યો હતો અને ગર્ભવતી બનાવી હતી.
સગીરાને સાત માસનો ગર્ભ રહ્યો હતો એ સમયે તેણીએ માતા પાસે જવાની વાત કરતા તે ઘરે પરત આવી હતી. કેસમાં સરકાર તરફે તેજસ પંચોલીએ આરોપી સામે તમામ આક્ષેપો પુરવાર થતાં હોય સખત સજાની દલીલ કરી હતી.
જયારે ખાસ રેપ અને પોક્સોના એડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ચુકાદામાં નોંધ્યું હતું કે, મુગ્ધા વયની સગીરાઓ અને બાળકોના રક્ષણ માટે પણ કેસમાં કડક સજા જરૂરી છે. કોર્ટે સગીરા અને તેની બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખતા કુલ 4,12,500ના વળતરની જાહેરાત કરી હતી.
આવોજ એક બીજો કિસ્સો, નડિયાદ કપડવંજ તાલુકાના નિરમાલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.6,30,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. બનાવની વિગત એવી છે કે, આરોપી મહેશભાઈ શીવાભાઈ પટેલ શિક્ષક તરીકે નિરમાલી પ્રા.શાળામાં છેલ્લા ૨૨ વર્ષથી નોકરી કરે છે.
તેણે તા. 27-8-2020 ના રોજ ગામની સીમ નજીક રોડ ઉપરથી સગીરાને બોરવાળા ખેતરમાં ઉતારી દેવાનું જણાવી અલ્ટોગાડીમાં બેસાડી જાફ૨ીયાવાળા તુવેરના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તથા અગાઉ પણ આજ ખેતરમાં તેણી પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની સગીરાને ધમકી આપી હતી.
આ અંગેની ફરિયાદ આપતા કપડવંજ રુરલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેનો કેસ ખેડા જિલ્લાની સ્પે.કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલે 35 દસ્તાવેજી પુરાવા તથા 12 સાહેદોના મૌખિક પુરાવા ફરિયાદ પક્ષે સરકારી વકીલે રજુ કર્યા હતા.
આ કેસમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આપણા સમાજમાં સગીર દીકરીઓ ઉપર થતા આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવા આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ.
તેમજ શિક્ષક વિદ્યાર્થીનું ભાવી ઘડતા હોય છે અને બાળકના ભણતરમાં માતા પછીનું બીજુ સ્થાન શિક્ષકનું હોય છે અને તેજ સંસ્કારનું સિંચન કરે છે. તેવા સંજોગોમાં શિક્ષક જ અસંસ્કારી બની જાય તો વિશ્વાસ કેવી રીતે કરી શકાય ?
તેવી દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.જજ પી. પી. પુરોહીતે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.6,30,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ સરકારના પરીપત્ર મુજબ ભોગ બનનારને 4,00,000 વળતર તરીકે ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.