જેલ માં રહેલા બળાત્કારના આરોપીને પોતાની પત્નીને ગર્ભવતી કરવા 15 દિવસ માટે ઘરે મોકલવામાં આવ્યો…

પંજાબની એક કોર્ટે તાજેતરમાં કેદીઓને તેમના વંશને જાળવી રાખવા માટે તેમના જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે જેલના પરિસરમાં એક અલગ રૂમ બનાવવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે રાજસ્થાન હાઈકોર્ટે હવે બળાત્કારના 15 દોષિતોને પેરોલ અપાઈ છે.
હાઈકોર્ટે તાજેતરમાં જ સગીર પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપમાં અલવર જેલમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા રાહુલ બઘેલ (22)ને તેની પત્ની બ્રિજેશ દેવી (25) સાથે સમય પસાર કરવા માટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
બઘેલને બુધવારે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં આ પહેલો ચુકાદો છે જેમાં બળાત્કારના દોષિતને પેરોલ આપવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજસ્થાનના પેરોલ નિયમો હેઠળ, બળાત્કાર અથવા સામૂહિક બળાત્કારના દોષિતને સામાન્ય રીતે પેરોલ આપવામાં આવતો નથી અથવા તેને ખુલ્લી જેલમાં મોકલવામાં આવતો નથી.
પરંતુ હાઈકોર્ટે બ્રિજેશ દેવીએ મહિલાના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને વંશના રક્ષણના હેતુથી તેના પતિને પેરોલ પર મુક્ત કરવા માટે કરેલી અરજીને મંજૂરી આપી હતી.
આશ્ચર્યજનક રીતે, હાઇકોર્ટે એ હકીકતની અવગણના કરી કે પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા ભોગવી રહેલા કેદી, બળાત્કાર અથવા સામૂહિક બળાત્કારના ગુનેગારને સામાન્ય રીતે પેરોલ આપવામાં આવતો નથી અથવા તેને ખુલ્લી જેલમાં મોકલવામાં આવતો નથી.
બઘેલને 13 જૂન, 2020 ના રોજ અલવર પોક્સો કોર્ટે 2019 માં અલવર જિલ્લાના હનીપુરમાં 16 વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
બ્રિજેશ દેવીએ 13 જુલાઈના રોજ અલવર જિલ્લા કોર્ટમાં ઇમરજન્સી પેરોલ પિટિશન દાખલ કરી હતી, જેમાં તેના બાળકો પેદા કરવાના મૂળભૂત અને બંધારણીય અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયા પછી, 20 જુલાઈના રોજ, તેણે બઘેલ માટે 30 દિવસના પેરોલની માંગ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
પરંતુ હાઈકોર્ટે બઘેલને 15 દિવસના પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દંપતીને બાળક પેદા કરતા અટકાવવું એ બંધારણની કલમ 14 અને 21ની ભાવના વિરુદ્ધ છે.
હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ સમીર જૈનની ડબલ બેન્ચે બાળકોની અછતના આધારે રાજસ્થાન કેદીની પેરોલના નિયમોના નિયમ 11(1)(3) હેઠળ અરજીને મંજૂરી આપી હતી.