સંતે મહિલા ઘરમાં આવીને કહ્યું ગિરનારમાં ભંડારો કરવા 2 ડબ્બા ઘી જોવે છે,પરિવારે બદલામાં પૈસા આપ્યા,પણ 2 કલાક પછી કાંડ બહાર આવ્યું….

અંધશ્રદ્ધાએ દુનિયામાં આટલી ઉંડા મૂળિયા લીધી છે કે તમામ પ્રયત્નો છતાં લોકોની માનસિકતા બદલવાનું નામ નથી લેવામાં આવતું આપણો દેશ એક ધાર્મિક દેશ છે અહીં અનેક સંતો-મહાત્માઓ થઈ ચૂક્યા છે.
અને દેશની ભૂમિ પાવન કરી ગયા છે આજે પણ લોકો ધર્મ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલા છે અહીં તમામ ધર્મના લોકો રહેવાથી તમામ ધાર્મિક તહેવારો પણ રંગેચંગે ઉજવવામાં આવે છે.
આજના સમયમાં લોકો ભગવાન પ્રત્યે ખૂબ જ આસ્થા રાખે છે જે ખુબ જ સારી બાબત કહેવાય પરંતુ અમુક લોકો એવા હોય છે કે તેઓ સંતોની વેશભૂષા ધારણ કરીને લોકોને છેતરવામાં પાછી પાની નથી કરતા હાલ આવો જ એક કિસ્સો ગાંધીનગરનાં માણસા તાલુકામાં બનવા પામ્યો છે.
તમને જણાવી દઈએ કે માણસા તાલુકાના ચરાડામાં રહેતા ચૌધરી પરિવાર સાથે ૧.૧૧ લાખ રૂપિયાની છેતરપિંડી નો કિસ્સો માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એક ચોર સાધુના વેશમાં આવીને ધર્મના નામે.
આ પરિવારને ફસાવીને 1.11 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો સમગ્ર વાત એવી છે કે 61 વર્ષીય પથુભાઈ લવજીભાઈ ચૌધરી તેમની પત્ની સાથે બપોરનુ ભોજન લીધા બાદ શાંતિથી તેમના ઘર આંગણે બેઠા હતા.
ત્યારે અચાનક જ એક મોટી કાર આવી અને તેમાંથી એક સાધુની ઉતર્યા આ સાધુએ કહ્યું કે મારે તારા ઘરના ચા-પાણી પીવા છે ત્યારે આ કોઈ મહાન સંત હશે તેવુ સમજીને પતિ પત્નીએ તેમને તેમના ઘરમાં આવકારો આપ્યો.
ત્યારબાદ ધીમેધીમે થોડી વાત કરી અને આ સાધુ એ પથુભાઈને કહ્યું કે તેઓ જૂનાગઢમાં ભંડારો કરવા જઈ રહ્યા છે જે કોઈ પણ આ ભંડારામાં દાન-પુણ્ય કરશે તેઓની ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી બનશે.
આ ઉપરાંત તેઓએ એ પણ કહ્યું કે તેઓને ભંડારા માટે બે ડબ્બા ઘી ની જરૂર છે ત્યારે પથુભાઈએ હોશે હોશે 15,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે લો આનાથી તમે બે ડબ્બા ઘી લઇ લેજો.
ત્યારે આ સાધુ એ વાતોમાં ફસાવીને વધારે રૂપિયાની માંગ કરી ત્યારે ઘરમાં પડેલા અન્ય 85,000 રૂપિયા પણ તેઓએ આ સાધુને આપી દીધા ત્યારબાદ ચા-પાણી પીને આ સાધુ કારમાં બેસીને ચાલતા થઈ ગયા.
તમને જણાવી દઇએ કે આ સાધુ એ પથુભાઈને નંબર પણ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે પણ જુનાગઢ આવો ત્યારે આ નંબર પર કોલ કરીને મને અવશ્ય મળવા આવજો આ ઘટનાના બે કલાક વીત્યા બાદ.
પથુભાઈ ને સમજાયું કે નક્કી તેમના સાથે કંઈ ખોટું થયું છે તેમણે તેમના મોટાભાઈ દશરથને આ વાતની જાણ કરી ત્યારે દશરથભાઈ એ કહ્યું કે શું તારા સાથે પણ આવું થયું તેમના આ શબ્દો સાંભળીને તરત જ તેમને જાણ થઈ કે.
આ સાધુ નક્કી કોઈ ચોર હતો અને તેમની સાથે મોટી છેતરપિંડી આચરી નાસી ગયો છે ત્યારબાદ બંને ભાઈઓએ માણસા પોલીસ સ્ટેશનમાં આ વાતની ફરિયાદ નોંધાવી હતી.
તમને જણાવવાનું એટલું કે કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહીં માન્યુ કે દાન-પુણ્ય કરવું એ સારી બાબત છે પરંતુ આજના સમયમાં કેટલાય એવા લોકો છે કે જે દાન-પુણ્યના નામે છેતરપિંડી કરતા હોય છે.
માણસ તો ઠીક પરંતુ આવા લોકો ભગવાનને પણ નથી મુકતા હાલ તો સાધુના વેશમાં આવેલા આ ચોરે સમગ્ર ચૌધરી પરિવારને ઘોડે ચડાવી દીધા છે લાલબત્તી સમાન બનેલા આ કિસ્સા પરથી આપણી શીખ મેળવવી જોઈએ.