ત્રણ ગર્લફ્રેંડના શોખ પુરા કરવા યુવક એવું કામ કરવા લાગ્યો કે જાણીને તમારા પણ જોશ ઉડી જસે..

સમસ્તીપુર પોલીસે બુધવારે એક સાથે ત્રણ યુવતીઓના પ્રેમમાં પડેલા યુવકની ધરપકડ કરી હતી પ્રેમી તેની ત્રણ પ્રેમિકાના શોખ પૂરા કરવા માટે બાઇક ચોર બન્યો હતો ચોર પ્રેમીની ઓળખ રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારના.
પબડા ગામના રહેવાસી રાજેન્દ્ર મહતોના પુત્ર સત્યનારાયણ મહતો તરીકે થઈ છે પૂછપરછ દરમિયાન તેણે રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અડધો ડઝનથી વધુ બાઇકની ચોરીમાં તેની સંડોવણી સ્વીકારી છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જિલ્લામાં સતત બાઇકની ચોરી થઈ રહી હતી આ ઘટનાથી સામાન્ય લોકો ભારે પરેશાન થઈ ગયા હતા ચોરીની વધતી જતી ઘટનાઓ પર પોલીસ પર બ્રેક લગાવવાનું પણ દબાણ હતું.
આ ક્રમમાં પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક યુવક ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકની ધરપકડ કરી હતી યુવકે પોલીસને જણાવ્યું કે અમે રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અડધો ડઝનથી વધુ બાઇકની ચોરી કરી છે.
જ્યારે પોલીસે તેને આ બધું કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે આ બધું તેની ગર્લફ્રેન્ડ માટે કરે છે તેની એક નહીં પરંતુ ત્રણ ગર્લફ્રેન્ડ છે તેનો શોખ પૂરો કરવા માટે તે પ્રેમીમાંથી બાઇક ચોર બની ગયો છે.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં વાહનોની ચોરીનું પ્રમાણ વધ્યું હતું જેથી કરીને વાહન ચોરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી.
તેવામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપરથી ચોરાઉ રીક્ષા સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને મોજ શોખ પૂરા કરવા માટે સાત બાઇક અને એક રિક્ષાની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી.
જેથી પોલીસે તેની પાસેથી ચોરાઉ તમામ વાહનોને કબજે કરી લીધા છે અને કુલ મળીને 3.48 લાખના મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વિશે મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં સામાન્ય રીતે વાહનની ચોરી થયા બાદ.
જ્યાં સુધી વાહન ચોર ન પકડાય ત્યાં સુધી મોટાભાગે ફરિયાદ લેવામાં નથી આવતી તેવો જ ઘાટ હાલમાં પણ જોવા મળ્યો છે કેમ કે છેલ્લા દિવસો દરમિયાન મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી બાઇકની ઘણી ચોરી કરવામાં આવી હતી.
જોકે ત્યારે તેની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી અને જે તે સમયે પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોરબી શહેરી વિસ્તારની અંદરથી એક સીએનજી રીક્ષા અને ધીમેધીમે કરતાં છ બાઈકની ચોરી કરવામાં આવી.
હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે અડધો ડઝન કરતાં વધુ ચોરાઉ વાહનોની સાથે હાલમાં બાદશાહ ભૂરો રમજાનભાઈ શાહમદાર જાતે ફકીર ઉંમર 22 રહે હાલ કાલીકા પ્લોટ મૂળ રહે ભવાનીનગર હળવદ વાળાની અટકાયત કરી છે.
મોરબીના રવાપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર એ ડિવિઝન પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે સીએનજી રીક્ષા લઈને એક શખ્સ ત્યાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને રિક્ષાના કાગળો માંગ્યા હતા જે તેની પાસે હતા.
નહીં જેથી વધુ પૂછપરછ કરતાં તે રિક્ષા ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ રીક્ષા સાથે બાદશાહ ભૂરો રમજાનભાઈ શાહમદાર જાતે ફકીર ઉંમર 22 ની ધરપકડ કરી હતી અને તેને મોરબીમાંથી કુલ મળીને છે.
અને ધ્રોલમાંથી એક એમ કુલ મળીને સાત બાઈકની ચોરી કરી હતી તે સાતેય બાઇક અને રિક્ષા એમ કુલ મળીને પોલીસે 3.48 લાખનો મુદામાલ કબજે કર્યો છે આ શખ્સ તેના મોજ શોખને પૂરા કરવા માટે વાહનોની ચોરી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અને તે અગાઉ મોરબી રાજકોટ અને વાંકાનેરમાં વાહન ચોરી સહિતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એક સપ્તાહમાં એક ડજન કરતાં વધુ વાહનોની ચોરી કરવામાં આવી હતી.
જેથી કરીને પોલીસના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા થયા હતા તેવામાં પોલીસે હાલમાં રીઢા ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી લીધી છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે આગળની તજવીજ કરવામાં આવી છે.