ખેડૂતો માટે સારા સમાચાર,PM મોદી એ ખાતરને લઈને કરી મોટી જાહેરાત,જાણી લો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

ખેડૂતો માટે સારા સમાચાર,PM મોદી એ ખાતરને લઈને કરી મોટી જાહેરાત,જાણી લો

Advertisement

વડા પ્રધાન મોદીએ નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનું સાધન ગણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારત યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પ્રવાહી નેનો-યુરિયા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાને અહીં સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના પુસા મેળા મેદાનમાં બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલન-2022 નું ઉદ્ઘાટન કર્યું તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના હેઠળ 16 હજાર કરોડ રૂપિયાનો 12મો હપ્તો જાહેર કર્યા.

પછી પોતાના સંબોધનમાં આ વાત કહી પીએમ મોદીએ કિસાન સન્માન નિધિને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને થતા ફાયદાનું ઉદાહરણ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે આ યોજના શરૂ થયા બાદ.

ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ પ્રસંગે તેમણે ખેડૂતોને ખેતીમાં નવી પ્રણાલીઓ બનાવવા અને ખુલ્લા મનથી વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે તેને માટે ચાલુ વર્ષે લગભગ અઢી લાખ કરોડ રુપિયા કેન્દ્ર સરકારે ફક્ત યુરિયા માટે ફાળવ્યાં છે આયાત પર થઈ રહેલા ખર્ચને ઓછો કરવા માટે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે.

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશના ખેડૂતો પર કોઈ બોજો ન પડે આપણા ખેડૂતો પર કોઈ સંકટ ન આવે તેથી આપણે આજે જે 70-80 રુપિયામાં યુરિયા બહારથી લાવી રહ્યાં છીએ તે આપણે ખેડૂતોને 5-6 રુપિયામાં પહોંચાડી રહ્યાં છે.

જેથી કરીને આપણે ખેડૂત ભાઈ-બહેનોને કોઈ તકલીફ ન પડે તેમણે કહ્યું યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત ઝડપથી પ્રવાહી નેનો-યુરિયા તરફ આગળ વધી રહ્યું છે નેનો યુરિયા એ ઓછી કિંમતે ઉચ્ચ ઉપજનું માધ્યમ છે.

જેમને યુરિયાની એક બોરીની જરૂર છે તે કામ હવે નેનો યુરિયાની નાની બોટલથી થાય છે આ વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબી છે વડાપ્રધાને કહ્યું કે ભારત આજે જે વસ્તુઓની આયાત પર સૌથી વધુ ખર્ચ કરે છે.

તેમાં ખાદ્ય તેલ ખાતર અને ક્રૂડ ઓઈલનો સમાવેશ થાય છે અને તેને ખરીદવા માટે દર વર્ષે લાખો કરોડ રૂપિયા અન્ય દેશોને આપવા પડે છે વડાપ્રધાને કહ્યું કે આ યોજના ખેડૂતોને સસ્તા અને ગુણવત્તાયુક્ત ખાતર આપશે.

તેમણે કહ્યું વન નેશન વન ફર્ટિલાઇઝર ખેડૂતને તમામ પ્રકારની મૂંઝવણમાંથી મુક્ત કરશે અને વધુ સારું ખાતર પણ ઉપલબ્ધ થશે હવે દેશમાં એ જ નામ અને એ જ બ્રાન્ડ અને એ જ ગુણવત્તાવાળું યુરિયા વેચવામાં આવશે અને આ બ્રાન્ડ ભારત છે.

પીએમ-કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં પરંતુ બિયારણ અને સાધનસામગ્રી પણ ઉપલબ્ધ હશે અને માટીનું પરીક્ષણ પણ કરી શકાશે ખેડૂતોને તમામ પ્રકારની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button