ગીતાબેન રબારીને જીવનમાં બધું જ મળ્યું પણ આ 1 વસ્તુની ખોટ છે,જાણો ગીતાબેન રબારીએ શુ કહ્યું

ગુજરાતીઓને પોતાના ગીતોના તાલે ઝુમાવનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગીતાબેન રબારી તેમના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે, તે પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.
આખા ગુજરાતનું ગૌરવ લઈ શકે તેમ છે કારણ કે હવે તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે અને તેમનો પહેરવેશ પણ ખૂબ જ સરસ છે અને તેમના પહેરવેશ પરથી જ તેમની જ્ઞાતિની ઓળખ થઈ જાય છે અને તેમજ તેઓ રિયલમાં કંઈક અલગ જ દેખાય છે.
તેમણા ફ્રેન્સ પણ ઘણાબધા છે અને હાલમાં તેમના ફ્રેન્સની સંખ્યા ખૂબ જ વધવા લાગી છે અને દિવસે દિવસે ગીતાબેન રબારી તરક્કી કરી રહી છે અને આગળ વધી રહી છે.ગીતા રબારી જેમણે ના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફેન બનાવી દીધા છે
ગીતા બેન રબારીના પરિવારમાં માતા પિતા અને બે નાના ભાઈ હતા.પરંતુ તેમનું અકારે અવસાન થયું હતું. આજે ગીતા બેન રબારીના કોઈ સગા ભાઈ નથી.
આ વિષે તેમને સોસીયલ મીડિયા પર પોતાની વાત કરી મૂકી હતી.ગીતા બેન રબારીએ આ વીડિયોમાં કહ્યું કે હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી.
ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ ભાઈ નથી. પછી હું સંગીતના ક્ષેત્રમાં આવી અને માતજીએ મને આ લાઈનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે. ઘણી ખ્યાતિ આપી છે. સગા કરતા પણ સવાયા ભાઈઓ આપ્યા છે.
હું જો વાત કરું તો મારા 23 થી 24 રાખડી ભાઈઓ છે અને મારા બધા ભાઈઓએ મને ખુબજ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખુબજ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી ખુબજ તેમનો આભાર માનુ છુ.
તમને જણાવી દઇએ કે ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.