આ વ્યક્તિ સરેગવાની ખેતી કરીને બની ગયો લાખોપતિ,આખા રાજ્ય માં થાય છે ચર્ચા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

આ વ્યક્તિ સરેગવાની ખેતી કરીને બની ગયો લાખોપતિ,આખા રાજ્ય માં થાય છે ચર્ચા…

કેન્‍દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી તમાકુની ખેતી કરતાં હોય તેવા ખેડૂતો તમાકુની ખેતી છોડી અન્‍ય ખેતી તરફ વળે તે માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે જેમાં આણંદ જિલ્‍લાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત અને વર્ષોથી તમાકુની ખેતી કરતાં દિપેનભાઇ શાહે.

તમાકુની ખેતી છોડી આણંદ કૃષિ યુનિવર્સિટીના સંપર્ક થકી સરગવાની ખેતી અંગેની જરૂરી માહિતી અને જાણકારી મેળવી તે શરૂ કરી હતી સરગવાની ખેતી તેમજ તેના મૂલ્‍યવર્ધન ઉપરાંત બીજા અનેક વિષયોને આવરી લેતી 15થી વધુ તાલીમ શિબિરોમાં પણ ભાગ લીધો.

Advertisement

જ્યારે પ્રગતિશીલ ખેડૂત દિપેનભાઇ શાહને રાષ્‍ટ્રીય કક્ષાનો એન જી રંગા ફાર્મસ એવોર્ડથી નવાજાયા છે દીપેને પોતાની આ મુસાફરી વિશે વિસ્તારથી જણાવ્યું તેમણે કહ્યું કે 1997માં 12માં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી.

તે ખેતી કરવા લાગ્યા તેઓ કહે છે કે મારી પાસે 20 એકડ જમીન છે પિતાજી સાથે હું ટામેટાં મરચા જેવા શાકભાજી ઉપરાંત તમાકુની ખેતી પણ કરતો હતો બાકી ખેડૂતની જેમ અમે પણ ખેતરમાં રસાયણનો ઉપયોગ કરતા હતાં.

Advertisement

જોકે વારંવાર મંડી અને કૃષિ મેળામાં જવાથી અમને જૈવિક ખેતી સંબંધમાં અનેક જાણકારી મળી હતી વર્ષ 2009માં તેમણે નક્કી કર્યું કે ધીરે ધીરે તેઓ જૈવિક ખેતી તરફ આગળ વધશે જોકે જૈવિક ખેતી પણ ત્યારે જ સફળ થાય.

જ્યારે યોગ્ય માર્ગદર્શન મળે ખાસ તો શાકભાજીમાં જૈવિક ખેતીની શરુઆતમાં સારી ઉપજ લેવી ખૂબ જ મુશ્કેલ બનતું હતું આથી તે એવા કોઈ પાક ઉગાડવા વિશે વિચારવા લાગ્યા જે જૈવિક પદ્ધતિથી જલદી સફળ થાય.

Advertisement

હું શાકભાજી લઈને યાર્ડમાં ગયો હતો જ્યાં મેં સરગવો વેચવા આવેલા ખેડૂતોને જોયા આ 2010ની વાત છે મેં જોયું કે તેમને યાર્ડમાંથી સારો ભાવ મળી રહ્યો હતો ખેડૂતો સાથે વાત કરીને જાણવા મળ્યું કે સરગવો ઉગાડવો સરળ છે.

અને ગરમ વિસ્તારમાં સારી રીતે ઉગી શકે છે બસ મેં તે સમયે જ નક્કી કર્યું કે આની પર હાથ અજમાવવો છે ઘર-પરિવારમાં તેમણે દરેકને રાજી કર્યા કેટલાક જમીન પર તેમને પ્રયોગો કરવા જોઈએ તેમનો આત્મવિશ્વાસ જોઈને.

Advertisement

તેમના પિતાએ તેને 5 એકર જમીન પર સરગવો લગાવવાની અનુમતિ આપી હતી શરુઆતના વર્ષથી જ તેમને સરગવાની સારી ઉપજ મળી અને બજારમાં સારો ભાવ પણ મળ્યો આ સાથે જ તેમને વધારે ખર્ચો થયો નહોતો.

તેમણે જણાવ્યું કે સરગવો ગરમીમાં સારો થાય છે અને પછી જે જગ્યાઓએ થોડી ભીનાશ અને પછી વરસાદની ઋતુ હોય છે ત્યાં તેનું ઉત્પાદન થતું નથી આ કારણે જ ગુજરાતનું વાતાવરણ હંમેશા સારુ રહે છે.

Advertisement

અહીં પર તે વાતાવરણમાં પણ સરગવાનું પાક લઈ શકીએ છીએ જ્યારે બીજા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઓછું થાય છે શિયાળામાં તો અમને સારુ બજાર મળી રહે છે જોકે ગરમીમાં તેની કિંમત ઓછી થઈ જાય છે.

કારણકે દરેક જગ્યાએ તે મળે છે આથી પાક વેચવામાં પરેશાની આવવા લાગે છે દીપેને જણાવ્યું હતું દીપેને આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરુ કર્યું કે આખરે એવું શું કરવામાં આવે જેથી સમગ્ર વર્ષ તેને સરગવાની ખેતીથી ફાયદો થાય.

Advertisement

આ માટે તેમણે અલગ અલગ જગ્યાઓથી માહિતી એકઠી કરી અને પ્રયોગો કર્યા હતાં તેમણે પહેલા તો પોતાના સંબંધી પાસેથી જાણ્યું કે બહારના દેશોમાં સરગવાની ડાળીઓને નાની નાની કાપીને એક ટિનના ડબ્બામાં પાણી અને મીઠું ઘોળીને પેક કરવામાં આવે છે.

જેને ડાળીઓમાં કેનિંગ કરવાનું કહેવામાં આવે છે તેમણે પણ આવી જ કોશિશ કરીને વેચવાની કોશિશ કરી પરંતુ તેમાં મહેનત અને ખર્ચ બન્ને વધારે આવે છે 2012-13માં સરગવાને લઈને વધારે જાગૃતતા પણ નહોતી અને મને બધા એ જ સલાહ આપતા હતા.

Advertisement

કે મારે સરગવાને છોડીને હવે અન્ય પાક તરફ ધ્યાન આપવું જોઈએ જેના વેલ્યૂ એડિશન માટે પણ હું વધારે રુપિયા લગાવી ચૂક્યો હતો જોકે સફળતા મળી નહોતી દીપેને વિચાર્યું કે જ્યારે હળદર મરચા વગેરેના પાઉડર બને છે.

તો સરગવો જ્યારે સૂકાઈ જાય તો તેનો પાઉડર પણ બની શકે છે તેમણે મિક્સરમાં પાઉડર બનાવ્યો આ પાઉડરને સાંભાર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમણે અનુભવ્યું કે સરગવાનો પાઉડર નાખવાથી દાળ અને શાકનો ટેસ્ટ વધી જાય છે.

Advertisement

તેમણે વધુ જાણીને અન્યને કોશિશ કરવાનું કહ્યું અને સારો રિસ્પોન્સ મળ્યો હતો આ પાઉડરને લઈને તેઓ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યાં તેમનું ન્યૂટ્રીશ્યિન વેલ્યૂ આંકવામાં આવી મને આજે પણ યાદ છે.

કે ત્યાં એક્સપર્ટ્સે કહ્યું કે તમે દેશી પાવરહાઉસ બનાવ્યું છે તેની આગળ દરેક સપ્લીમેન્ટ્સ નિષ્ફળ છે દીપેને જણાવ્યુ હતું જોકે તેની સમસ્યા અહીં જ પૂરી થઈ નહોતી એક ગામનો સામાન્ય ખેડૂત આખરે કેવી રીતે અને ક્યાં સુધી તેનું માર્કેટિંગ કરતો હોત.

Advertisement

જોકે દીપેને હિંમત ન હારી તેમણે કહ્યું કે કોશિશ કરનારની હાર નથી થતી વર્ષ 2013માં તેઓ ફરી તેમની આ નવી પ્રોડક્ટ માટે આણંદના કૃષિ મેળા પહોંચ્યા ત્યાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને કેટલાક વહીવટી અધિકારીઓ પણ આવ્યા હતાં.

મુખ્યમંત્રીએ દરેક ખેડૂતોના પાકને જોયા અને ત્યાં દીપેન જ એકલા એવા ખેડૂત હતાં જે પાક નહીં પરંતુ વેલ્યૂ એડ પ્રોડક્ટ લઈને આવ્યા હતાં દરેક તેમના સ્ટોલ પર આવતા હતા અને આ વિશે જાણવા ઈચ્છતા હતાં.

Advertisement

મેં જણાવ્યું કે આ સરગવાનો પાઉડર છે અને તેમાં આશરે 22 પોષક તત્વ છે આપણા દેશમાં સરગવો આટલો વધારે થાય છે પરંતુ બાળકો કુપોષણનો શિકાર છે આ બધું હું હવામાં નથી કહી રહ્યો પરંતુ મારી પાસે યુનિવર્સિટીના એક્સપર્ટ્સના રિપોર્ટ હતાં.

તેમણે આગળ ઉમેર્યુ હતું કૃષિ મેળામાં આશરે એક મહિના પછી દીપેનને ગુજરાત સરકાર તરફથી સરગવાના પાઉડરની પ્રોસેસિંગ તેમજ માર્કેટિંગ કરવામાં પણ મદદ મળી હતી દરેક સ્કૂલ કોલેજ અને જંગલી વિસ્તારમાં સરગવાના ઝાડ ઉગાડવા માટે તેમજ લોકોની ડાયેટમાં સમાવેશ કરવા પર કામ થવા લાગ્યું.

Advertisement

આ માટે દીપેનની મદદ લેવામાં આવી અને પ્રોસેસિંગ યુનિટના સેટઅપ માટે પણ મદદ મળી તેઓ કહે છે કે તેમને બિલકુલ વિશ્વાસ થયો નહોતો કે એક જ વર્ષમાં તેમની તસવીર બદલી ગઈ હતી.

વર્ષ 2015માં તેમની ખેતીમાં પ્રોસેસિંગ યુનિટ બનીને તૈયાર હતું તેમણે પોતે જ એક વર્કશોપથી પોતાની જ દેખરેખમાં સરગવાની ડાળીઓ અને પાનના પ્રોસેસિંગ માટે એક મશીન બનાવડાવ્યું પ્રોસેસિંગ યુનિટ સેટઅપ કરવાની સાથે જ તેમણે સરગવાની ખેતી 5 એકડથી વધારીને 12.5 એકડમાં કરવાનું શરુ કર્યું.

Advertisement

હવે તેઓ આસપાસના વિસ્તારોના ખેડૂતો પાસેથી પણ સરગવો ખરીદે છે જે સીઝનમાં ખેડૂતોને બજારમાંથી સારો ભાવ ન મળે તેઓ પોતાનો પાક દીપેનને આપી દે છે આ રીતે ખેડૂતોને બન્ને સીઝનમાં બરાબરનો નફો થાય છે.

તેમની પ્રોસેસિંગ યુનિટથી આશરે 80 ખેડૂતો જોડાયેલા છે દર વર્ષે તેઓ લગભગ 15 હજાર કિલો સરગવાની ડાળીઓ અને તેના પાનના પાઉડર બનાવે છે હાલ તો તેઓ આ બે પ્રોડક્ટ પર જ કામ કરી રહ્યાં છે.

Advertisement

અને અન્ય પ્રોડક્ટ્સ પર રિસર્ચ ચાલી રહ્યું છે આ પ્રોડક્ટ તેઓ 200 અને 250 ગ્રામના ડબ્બાઓમાં પેક કરે છે દર વર્ષે 60000થી પણ વધારે ડબ્બાઓ વેચાય છે જે સીધા ગ્રાહકો કેટલાક સ્ટોર માલિકો તો કેટલાક આયુર્વેદિક કંપનીઓને જાય છે.

તેમણે પોતાના માતાપિતાના નામ પુષ્પ અને મુકુંદને સાથે રાખીને પુષ્પમ નામ બનાવ્યું અને પોતાનું બ્રાન્ડ નામ પુષ્પમ ફૂડ્સ રાખ્યું હતું તેમની પ્રોસેસિંગ યુનિટમાંથી દર વર્ષે લગભગ 10-12 લોકોને રોજગારી પણ મળે છે.

Advertisement

આ ઉપરાંત વર્ષના 3 મહિનામાં ખેતરોમાં કંઈ ખાસ કામ ન હોય તો મજૂરો પાસે રોજગાર ન હોય ત્યારે તે સમયે પણ પ્રોસેસિંગ યુનિટમાં ખાસ્સું કામ હોય છે આ 3 મહિના દરમિયાન તેઓ 70 મજૂરોને રોજગારી આપે છે.

સરગવાની પ્રોસેસિંગ ટેક્નિક પર પણ તેમની પેટન્ટ છે અને તેમની પાસે એક્સપોર્ટ કરવાનું લાઈસન્સ પણ છે હાલ તો તે સરગવાની પ્રોસેસિંગ કરીને વાર્ષિક 30-40 લાખની કમાણી કરી લે છે તેમનો હેતુ સરગવાની અનેક પ્રોડક્ટ્સ બજારમાં ઉતારવાનો છે.

Advertisement

દીપેનની 15 કિલો સરગવાનો પાઉડરથી 15000 કિલો સુધી સરગવાનો પાઉડર બનાવવાની સફર બિલકુલ સરળ નહોતી જોકે તેમને પોતાના પર ભરોસો હતો આ કારણે જ તેઓ બાકીના ખેડૂતોને એ પણ કહે છે.

કે નાનામા નાનો ખેડૂત પણ આજના જમાનામાં પ્રોસેસિંગ દ્વારા સારુ કમાઈ શકે છે જ્યારે હું મારી ઓળખ બનાવવામાં લાગ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાની પણ બોલબાલા નહોતી અને ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનની વધારે સુવિધા પણ નહોતી.

Advertisement

જોકે હવે તમને ગામમાં પણ વ્હોટ્સએપ ફેસબૂક અને ગૂગલની જાણકારી રાખનાર લોકો મળી જશે ખેડૂતોને આગળ વધવા માટે ટેક્નીકનો ભરપૂર ઉપયોગ કરવો પડશે અને પાકના વેલ્યૂ એડિશન પર ધ્યાન આપવું જોઈશે મુશ્કેલી દરેક કામમાં તમને આડી આવશે જોકે તમે હાર માની લો કે તેની સામે લડી લો એ તમારા પર આધાર રાખે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite