મારા પતિ ને એક વિચિત્ર ટેવ છે,એ બધા ની વચ્ચે મારી જોડે ન કરવાનું કરે છે શું કરું?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મારા પતિ ને એક વિચિત્ર ટેવ છે,એ બધા ની વચ્ચે મારી જોડે ન કરવાનું કરે છે શું કરું?..

Advertisement

સવાલ.હું 17 વરસનો છું મને હસ્તમૈથુનની આદત છે આ આદત છોડવાના મેં ઘણા પ્રયાસ કર્યાં પરંતુ મને એમા સફળતા મળતી નથી આ કારણે મારા અભ્યાસ પર અસર પડે છે મારા મિત્રનું કહેવું છે કે મારા આ ગલત કામને લીધે ભગવાન મને સજા આપે છે શું આ સાચું છે?એક યુવક (સુરત)

જવાબ.જાતીય આવેગ દૂર કરવાનો હસ્તમૈથુન એક કુદરતી માર્ગ છે જેને તરણે કોઇ નુકસાન થતું નથી પરંતુ અપરાધ બોજની લાગણીને કારણે તમે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી.

અને આ માટે ભગવાન શિક્ષા આપે છે એ વાત સાવ બકવાસ છે પોઝિટિવ વિચાર કરો અને મનમાંથી અપરાધ બોજની લાગણી દૂર કરો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાન નોતરે છે આથી દરેક વસ્તુ મર્યાદામાં જ હોવી જોઇએ ભણવામાં વધુ ધ્યાન આપો કોઇ શોખ વિકસાવો અને સારું વાચન કરો.

સવાલ.હું એસ.એસ.સી.માં છું.મારે સાયન્સમાં પ્રવેશ લેવો છે પરંતુ કોમર્સના વિષયોમાં મને સારા માર્કસ આવતા હોવાથી મારા માતા-પિતા ઇચ્છે છે કે હું કોમર્સમાં આગળ અભ્યસ કરું આ કારણે હું મૂંઝવણમાં છું.

મારે શું કરવું જોઇએ?જે વિષયોમાં મને સારા માર્કસ મળે છે એમા આગળ વધવું કે મારી ઇચ્છા છે એ વિષયમાં સારા માર્કસ મળતા ન હોવા છતાં આગળ વધવું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક (ઇડર)

જવાબ.વિજ્ઞાાન વિષય મનગમતો હોવા છતાં તમને તેમા સારા માર્કસ મળતા નથી એની નવાઇ લાગે છે કદાચ તમને એની એપ્ટિટયૂડ નહીં હોય વિષય ગમે છે એટલે એ વિષય લેવો જોઇએ એવું નથી.તમને લાયક નથી એ કોર્સ લેવાની ઇચ્છાને કારણે તમે તમારું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છો.

તમારા માતા-પિતાનું સૂચન વ્યવહારું છે તમે કોઇ કાઉન્સેલરની સલાહ લઇ શકો છો. તેમજ એપ્ટિટયૂડ ટેસ્ટ દ્વારા નિર્ણય લઇ શકો છો આમ કરવાથી તમને થોડા વિકલ્પો પણ મળશે અને તમારે સાયન્સ કેમ લેવું નહીં અથવા તમે આ વિષયમાં સારો દેખાવ કેવી રીતે કરી શકો છો એની સલાહ પણ મળશે.

સવાલ.મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે મારા પતિની કેટલીક વિચિત્ર આદતો મને ઇરિટેટ બહુ કરે છે બેડરૂમમાં તે રિલેશનશિપ માટે બહુ પૅશનેટ નથી હોતા પણ દિવસ દરમ્યાન ક્યારેય અને કોઈની પણ હાજરીમાં તે વારંવાર છૂટછાટ લીધા કરે છે.

પહેલાં તો નવાં-નવાં લગ્ન હતાં એટલે આસપાસના લોકો આડું જોઈ લેતા પણ હવે તો ત્રણ વર્ષ થઈ ગયાં છે અને અધૂરામાં પૂરું આ આદત ઘટવાને બદલે વધી રહી છે ટ્રેનમાં કે બસમાં બેઠા હોય ત્યારે પણ તેમનો હાથ પોતાના પ્રાઇવેટ પાર્ટ્‍સ પાસે જ હોય ક્યારેક તો તેઓ રૂમમાં પણ એક પણ કપડું પહેર્યા વિના સૂતા હોય.

બહારનું કોઈ આવ્યું હોય ત્યારે પણ માત્ર ટુવાલ વીંટીને ફરે જ્યારે હું ટોકું તો કહે કે મને ખબર નહોતી મેં જોયું છે કે મારા પાડોશમાં રહેતી બીજી ફીમેલ પણ તેમનાથી અંતર રાખે છે.

બીજી બધી જ રીતે તેઓ ખૂબ સારા છે પણ અજાણ્યા લોકોની સામે મને પકડવાનું અને અડપલાં કરવાનું ભૂંડું વર્તન કરી બેસે છે બહુ કહું તો એકાદ-બે દિવસ ફરક પડે પણ પછી હતા એવા જ થઈ જાય હું શું કરું?એક પત્ની(બોરસદ)

જવાબ.તમારો પ્રશ્ન થોડો ગંભીર છે જાહેરમાં બીજાને દેખાય એ રીતે જાતીય ચેષ્ટાઓ કરવી એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે જાતીય પ્રદર્શન દ્વારા બીજાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ટેવ એ સભ્યતાની નિશાની નથી કદાચ આ વાત તમારા હસબન્ડને સમજાય તો છે.

પણ અચાનક જ આવતા આવેગોને કારણે ડહાપણ ટકતું નથી સમજણ પડતી હોવા છતાં આવેગો પર તેઓ કાબૂ રાખી શકતા નથી આ વર્તનથી તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી પરંતુ સામાજિક રીતે એની માઠી અસરો છે.

સૌથી પહેલાં તો તેમને જાહેરમાં આમ કરવાની આદત કઈ રીતે પડી અને કયા-કયા સંજોગોમાં તેમને ઇચ્છા થાય છે અને કયા સંજોગોમાં અર્જને કન્ટ્રોલમાં નથી રાખી શકતા એ બધું સમજવું જરૂરી છે.

એના માટે તમે કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો સમસ્યાનું મૂળ સમજીને બિહેવિયરલ મૉડિફિકેશન દ્વારા આ આદતને કેટલેક અંશે દૂર કરી શકાય છે જોકે એમાં પણ તેમનો સેલ્ફ-કન્ટ્રોલ હોવો ખૂબ જરૂરી છે વર્તણૂક વધુ બગડે એ પહેલાં પ્રોફેશનલ હેલ્પ બને એટલી જલદી લો એ જરૂરી છે.

સવાલ.મારી એક વિચિત્ર સમસ્યા છે હું 25 વર્ષની છું અને મારી મોટી બહેનના પતિ પ્રત્યે મને આકર્ષણ થયું છે આ ખોટું છે એ હું જાણું છું પરંતુ હું મારી જાત પર કાબુ રાખી શકતી નથી તેઓ પણ મારી તરફ પ્રેમથી જુએ છે આથી વધુ અમે આગળ વધ્યા નથી મારે શું કરવું એ જણાવવા વિનંતી. એક યુવતી (ગાંધીનગર)

જવાબ.કોઇના પતિ તરફ નજર બગાડવી એ યોગ્ય નથી અને તમે તો તમારી સગી બેહનનું ઘર ભાંગવા તૈયાર થયા છો તમે લાગણીના પ્રવાહમાં તણાઇ જાવ તો પણ એ વાતની શું ગેરન્ટી છે કે તમારા બનેવી બીજી કોઇ યુવતી તરફ પ્રેમભરી નજર ફેંકતા નહીં હોય લગ્ન સંસ્થા એક પવિત્ર સંસ્થા છે તેને માન આપો બનેવી તરફ નજર બગાડવાને બદલે તમારી બહેનનું લગ્ન જીવન સુધરે એવા પ્રયાસો કરો.

સવાલ.મારી ખાસ બહેનપણીને છેલ્લા ત્રણ વરસથી એક યુવક સાથે પ્રેમ છે તે તેને ખરા હૃદયથી પ્રેમ કરે છે પરંતુ તાજેતરમાં તેના પ્રેમીએ મારી છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો હું એને આ વાત કરું તો અમારી મૈત્રી તૂટી જવાનો મને ડર લાગે છે પ રંતુ તેને આ યુવક વિશે ચેતવવાની મારી નૈતિક ફરજ છે આ સમસ્યાનો કોઇ માર્ગ ચીંધવા વિનંતી.એક યુવતી (મુંબઇ)

જવાબ.હમણા તમારી બહેનપણીને આ વિશે કંઇ પણ કહેતા નહીં હા તેના બોયફ્રેન્ડ સાથે વાત કરીને તેને ચેતવણી આપો કે તે સુધરશે નહીં તો તમને તમારી બહેનપણીને આ પ્રકરણની જાણ કરવાની ફરજ પડશે તેને તેની ભૂલ સમજાવો.

આમ છતાં પણ તે સુધરે નહીં તો તમારે તમારી બહેનપણીને આ છોકરા વિશે વાત કરવી જ પડશે એ તમારી વાત માને નહીં તો ચિંતા કરતા નહીં એક બહેનપણી તરીકે તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી એ વાતનો તમને સંતોષ મળશે છે શક્ય છે કે આ દરમિયાન તેને પણ તેના પ્રેમીની ચાલચલગતનો ખ્યાલ આવી જાય.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button