ઇકો ગાડી માં યુવતીને ઉઠાવી ગયા અને 2 યુવકો એ મિટાવી હવસ,યુવતી બરાડા પાડતી પણ એમને ચાલુ જ રાખ્યું…
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી છોકરીઓ અને સગીરો સાથે છેતરપિંડી અને બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં તે દુષ્ટ કાર્યોથી છૂટકારો મેળવવા તો ક્યારેક કોઈ ઇચ્છા પૂર્ણ કરવા માટે આવું કરતા હોય છે.
હાલ જૂનાગઢમાં એક ઘટના પ્રકાશમાં આવી છે કે દારૂના નશામાં બે લોકોએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટના સામે આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.યુવકે સાત હજાર પડાવીને યુવતીના ઘરે તોડફોડ કરી હતી.
જૂનાગઢમાં રહેતા હિતેન્દ્ર ઉર્ફે કાનો જોષી અને હિમાંશુ ભોગાયત 7 હજારની છેડતી માટે યુવતીના ઘરે ગયા હતા અને પીધેલી હાલતમાં તેને બળજબરીથી ઇકો કારમાં બેસાડીને વંથલીથી વડલા લઇ ગયા હતા. અને બળાત્કાર ગુજાર્યો હતો.
હિમાંશુનો જન્મદિવસ હોવાથી બંને આરોપીઓ નશામાં હતા અને આ દરમિયાન તેઓના હોશ ઉડી ગયા હતા અને નશાની હાલતમાં ઈકો કાર લઈને યુવતીના ઘરે ગયા હતા અને ઘરની બહાર બૂમો પાડીને યુવતીને રૂપિયા આપવાનું કહ્યું હતું.
જે બાદ તેઓ યુવતીને ઈકો કારમાં બેસાડી વંથલી લઈ ગયા હતા અને તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ તેણે આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કારમાં યુવતી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને યુવતીનું નિવેદન લીધું હતું અને બંને યુવકોની ધરપકડ કરી હતી.
આવોજ એક બીજો કિસ્સો, પાલનપુરના એક સરકારી આવાસમાં રહેતી યુવતી 8 માસ પહેલા સાંજના સમયે દૂધ લેવા બહાર નીકળી હતી. ત્યારે તેના પરિચિત ત્રણ લોકો ગાડી લઈ ત્યાં આવ્યાં હતા અને અહીંયા શું કરે છે તેમ કહ્યું હતું.
ત્યારે આ યુવતીએ દૂધ લેવા આવી છું તેમ કહેતા આ લોકોએ અમે પણ સરકારી આવાસમાં જઈએ છીએ તમારે આવવું હોય તો બેસી જા તેમ જણાવ્યું હતું.
જેથી આ યુવતી આ લોકોને ઓળખતી હોવાથી ગાડીમાં બેસી ગઈ હતી. આ દરમિયાન ગાડી લઈને આ લોકો આવાસમાં જવાની જગ્યાએ અંબાજી તરફ હંકારી મૂકી હતી.
જ્યારે યુવતીએ કહ્યું કે, અહીંયા કેમ જાઓ છો તો તેમણે કહ્યું હતું કે, અમે તને ઉઠાવવા આવ્યાં છીએ અને ચૂપચાપ બેસી જા નહીં તો ચાલુ ગાડીમાંથી ફેંકી દઈશું તેમ કહેતા યુવતી ડરી ગઈ હતી. અંબાજી જઈ અને એક શખ્સ યુવતીને લઈ સુરતની બસમાં બેઠો હતો. જ્યારે અન્ય બે શખ્સો ગાડી લઈ જતા રહ્યા હતા.
સુરત પહોંચ્યાં ત્યારે યુવકે યુવતીને તેના એક સંબંધીના ઘરે લઈ ગયો હતો અને તેનું અપહરણ કર્યુ હતું. જ્યારે પણ યુવક બહાર જતો ત્યારે રૂમને બહારથી તાળું મારી જતો હતો. આ દરમિયાન મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું.
જોકે યુવતીની તબિયત ખરાબ થતા આ યુવકના સંબંધીએ સમજાવતા તે દાતાના પોતાના એક ગામમાં લઈ આવ્યો હતો અને ત્યાં હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ તેને દવાઓ આપતો હતો અને વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. તેમજ બહાર જવા દેતો ન હતો અને વારંવાર ઝઘડા કરી માર મારતો હતો.
આ યુવતીએ આ યુવકના પિતાને આ બાબતે કહેતા તેમને કહ્યું હતું કે, તને ઉઠાવીને લાવ્યાં છીએ અમે જેમ કહીએ તેમ કર નહીં તો કાપીને ક્યાંક ફેંકી દઈશું તેવી ધમકી આપતા હતા.
યુવતીને તેના પિતાની નોકરી છોડાવી દેવાની ધમકીઓ આપતા હતા જેથી ડરી ગઈ હતી. તેના પિતા સાથે વાત પણ કરવા દેતા ન હતા.
એક દિવસે આ લોકો ખેતરમાં ગયા ત્યારે મોકો દેખી યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી અને પિતાના ઘરે આવી ગઈ હતી. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેના પિતાએ તેને હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.
ત્યારબાદ તમામ હકીકત પિતાને કહેતા તેના પિતાએ પોલીસ મથકમાં લાલિતભાઈ ચંદુભાઈ લેબોલા, કપિલચંદુભાઈ લેબોલા, વિજયભાઈ કોદરવી, ચંદુભાઈ લેબોલા એમ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી