આશાપુરી માતાએ આ મહિલાની ઈચ્છા પૂરી કરી તો મહિલા,માથા પર માટલું મૂકી મંદિરે પગપાળા દર્શન કરવા ગઈ….

સહુની આશા પુરી કરતા માતાનું નામ છે મા આશાપુરા કચ્છના લખપતમાં બિરાજમાન માતાનામઢ આશાપુરા માતાજી નો મહિમા અપંરમપાર છે સ્વયંભુ પ્રગટેલા દેવી આશાપુરા માતાજીનાનો મહિમાં પણ અપંરમપાર છે.
આ મંદિર કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90 થી 100 કિ.મી.ના અંતરે સ્થિત છે માતાના મઢ ક્ચ્છ કુળદેવી આશાપુરા મા નું મંદિર આવેલું છે આ મંદિરની ચારેયબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે.
મંદિરનાં ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની 6 ફુટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે આ મૂર્તિ મનુષ્યનાં શરીર કરતાં પણ ઊંચી છે માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ આશરે 550 વર્ષ પહેલા એટલે કે 14મી સદીની આસપાસ થયુ હતુ.
સૌની આશાઓ પૂર્ણ કરનારા કચ્છના મા આશાપુરાનો ઈતિહાસ પણ રોચક છે ત્યારે આ મંદિરમાં એક મહિલા પોતાની માનતા પુરી કરવા માટે પોતાના માથા ઉપર પાણીથી ભરેલા બેડાં મૂકીને પગપરા કચ્છના માતાના મઢ ખાતે આશાપુરા માતાજીની માનતા પુરી કરવા માટે આવ્યા હતા.
જે મહિલા માટેલ ધરાનું પાણી બેડાંમાં ભરીને માતાના મઢ આશાપુરા આવ્યા હતા માં આશાપુરા પ્રત્યેની આ મહિલાની શ્રદ્ધા જોઈને સોશિયલ મીડિયા પર લોકો તે મહિલાના વખાણ કરી રહ્યા છે.
જે મહિલાનો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે હાલ કચ્છના દરેક રસ્તા ઉપર માં આશાપુરાના નામથી ગુંજી ઉઠ્યા હતા અત્યારે અનેક શ્રદ્ધારુઓ માતાજીના દર્શન કરવા માટે પગપાળા નીકળી ગયા છે.
તે નવરાત્રી સમયે માં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવશે જે મહિલા માટેલધરાથી કચ્છ માતાના મઢ સુધી પગપાળા ચાલીને ગયા હતા સાથે તેમના માથે બે પાણી ભરેલા બેડાં હતા જે મહિલાએ ત્યાં દર્શન કરી પોતાની રાખેલી માનતા પુરી કરી હતી.
થોડાક સમય પહેલા અનેક ભક્તો માં અંબાના દર્શન કરવા માટે પગપાળા ગયા હતા હવે અત્યારે ભક્તો માં આશાપુરાના દર્શન કરવા માટે નીકળી ગયા છે અનેક ભક્તોના માતાજી દુઃખ દૂર કરતા હોય છે.
જેના કારણે અનેક ભક્તો આસ્થા અને શ્રદ્ધાથી માતાજીની સેવા પૂજા કરતા હોય છે ત્યારે આ મહિલાએ રાખેલી માનતા પુરી કરવા માટે માતાના મઢ જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી એવું કહેવાય છે.
કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી.
અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી વાણીયાની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે.
તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો.
પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા.
પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે પાંચ મહિને દ્વાર ખોલી નાંખવાને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું.
પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું જેને લીધે મૂર્તિનું નિર્માણ અધુરૂ રહી ગયું.