મહિલાનો હાથ પકડી કહ્યું તારો પતિ પૈસા ના આપી શકતો હોય તો મારી જોડે સુવા આવી,જાણો અમદાવાદની શરમજનક ઘટના..

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પરિવારે સબંધી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પરંતુ તેઓ પૈસા પરત કરી શક્યા ન હતા. જેથી સોમવારે દંપતી નરોડા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતા.
ત્યારે સબંધીએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા. ઉપરાંત મહિલાનો હાથ પકડી જણાવ્યું હતું કે, તારો પતિ પૈસા પરત ન આપી શકતો હોય તો મારી સાથે સુવા આવી જા. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નાના ચિલોડા વિસ્તારમાં 27 વર્ષિય નિશા( નામ બદલ્યું છે) પરિવારે સાથે રહે છે અને ઘરકામ કરે છે.
નિશાના પતિએ તેના કાકાના દીકરા મોહિત પાસેથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ કોરોના બાદ ધંધો સારો ન ચાલતો હોવાથી તેઓ પૈસા પરત આપી શક્યા ન હતા.
બીજી તરફ 29 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યે નિશાબહેન પતિ સાથે એક્ટિવા પર નારાયણી સ્કૂલ ખાતે દીકરીની ફી ભરવા માટે જવા નીકળ્યા હતા. તેઓ નરોડા પાટીયા ખાતે પહોંચ્યા ત્યારે મોહિત એક્ટિવા લઇને પાછળ આવ્યો હતો.
તેણે નિશાબહેન અને તેના પતિને રસ્તામાં અટકાવ્યા હતા. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે, તું મારા પૈસા આપી દે નહીં તો સારૂ નહીં થાય. આ સમયે બોલાચાલી કરી મોહિત ગાળો બોલવા લાગ્યો હતો.
જેથી નિશાબહેનના પતિએ ગાળો ન બોલવા જણાવતા મોહિત ઉશ્કેરાયો હતો અને નિશા બહેનને જણાવ્યું હતું કે, તારો પતિ પૈસા પરત ન આપી શકતો હોય તો મારી સાથે સુવા માટે આવી જા. આ ઉપરાંત મોહિતે નિશાબહેનનો હાથ પકડી છેડતી કરી હતી. જો કે, પતિએ તેનો હાથ છોડાવી પોલીસને જાણ કરી હતી.
પરંતુ પોલીસ આવે તે પહેલાં જ મોહિત ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ નિશાબહેન અને તેના પતિએ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના સબંધી રોહિત સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આવોજ એક બીજો કિસ્સો,અમદાવાદ શહેરમાં પોલીસ પરિવાર જ સલામત નથી તો સામાન્ય સ્ત્રી કેવી રીતે સલામત હોઈ શકે. શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પત્ની સાથે ડૉક્ટરને ત્યાં દવા લેવા ગયાં હતાં.
દવા લેવામાં વાર લાગે તેમ હોવાથી પોલીસ કર્મીની પત્ની શાકભાજી ખરીદવા માટે ગઈ હતી. ત્યાં શાકની લારીની બાજુમાં એક શખ્સે હસીને આ મહિલાને શું લેવું છે એવું બદઈરાદા સાથે પૂછ્યું હતું.
જેથી મહિલાએ સવાલ કરતાં આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બબાલ કરી હતી. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરની ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં પોલીસ કર્મી સેક્ટર-1ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડૉક્ટરને ત્યાં દવા લેવા માટે નિકળ્યા હતાં.
પત્નીને ડોક્ટરને ત્યાં દવા લેવા માટે ઉતારીને તેઓ તેમના સરકારી કામ માટે નીકળી ગયાં હતાં. ડૉક્ટરના ત્યાં સમય લાગે તેમ હોવાથી તેઓ શાકમાર્કેટમાં શાક લેવા માટે ગયાં હતાં.
શાક લેતી વખતે લારીની બાજુમાં ઉભેલો એક શખ્સ મહિલાની સામે બદઈરાદા પૂર્વક હસીને શું લેવું છે એમ પૂછતો હતો. જેથી મહિલાએ મારી સામે જોઈને કેમ બોલે છે તવું પૂછતાં આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બિભત્સ શબ્દો બોલ્યો હતો.
બાદમાં શખ્સે જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતા બેન અહીં આવો આ બહેન મારી સાથે ઝગડો કરે છે એવી બૂમો પાડીને અન્ય મહિલાઓને બોલાવી હતી.આ શખ્સે બોલાવેલી મહિલાઓએ ભેગા થઈને પોલીસ કર્મીની પત્ની સાથે બોલાચાલી કરીને ધક્કે ચઢાવી હતી.
મહિલાના ગળામાંથી અને હાથમાંતી 1.30 લાખના દાગીના તોડી નાંખીને લઈ લીધા હતાં. મહિલાએ બબાલ વધતાં પતિને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં.
ત્યારે ટોળાએ તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઈન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.