હું મારા બોયફ્રેન્ડથી કંટાળી ગઈ છું તે મને ક્યાંય ફરવા નથી લઈ જતો, કશું કરતો પણ નથી, હું તેને કેવી રીતે કહું કે તું મને…

સવાલ.મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમાગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સંભોગ વિશેની ચર્ચા પણ કરે છે.
અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.જવાબ.પ્રથમ સમા-ગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે
કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.
સવાલ.મારા મિત્રો કહે છે કે કસ્તૂરી અને અંબરના શારીરિક ફાયદા છે. શું પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એનું સેવન કરી શકે? મારી પત્નીને પાંચમો મહિનો ચાલે છે. તેને કસ્તૂરી આપી શકું? કસ્તૂરીનો સેક્સટોનિક તરીકે ઉપયોગ કરી શકાય?.
જવાબ.કસ્તૂરી અને અંબર બન્ને પ્રાણીજન્ય પદાર્થ છે. સાચી કસ્તૂરી અને અંબર મળવું અત્યંત દુર્લભ છે.કસ્તૂરી પ્રેગ્નન્સીમાં બિલકુલ ન આપી શકાય, કારણ કે એનાથી ગર્ભ પર વિપરીત અસર પડી શકે.અંબરને પણ કારણ વગર પ્રેગ્નન્સીમાં વાપરવું નિર્થક છે. કસ્તૂરીનો ઉપયોગ વાજીકરણ ઔષધોમાં થાય છે.
વાજીકરણનો બીજો અર્થ વાજી એટલે ઘોડા થાય છે, એટલે કે વ્યક્તિને ઘોડા જેવી બનાવવી. ટૂંકમાં એનો સેક્સટોનિક તરીકે ઉપયોગ થાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ મોંઘી કિંમત આપીને કસ્તૂરીનું સેવન કરતા હતા, પણ તેમની સેક્સલાઇફમાં કોઈ જ નોંધપાત્ર સુધારો થયો હોય એવું દેખાયું નથી.
સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહ-વાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારી-રિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?.
જવાબ.સહ-વાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા.
તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહ-વાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.
સવાલ.હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું. હું જાણવા માગું છું કે શું માસિકધર્મના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહી શકે?એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને? થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગર્ભ ધારણ કરી શકું?.
જવાબ.માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે. આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે.
એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂર છે.બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે.
આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી.આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.
તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે.હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો.
થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય, એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?
જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.
સવાલ.હું 18 વર્ષની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મારે પ્રેમ કરું છું. અમે એક જ કૉલેજમાં ભણીએ છીએ. પરંતુ હવે મારે એનાથી છૂટકારો મેળવવો છે. પાંચ મહિના પહેલા જ અમારો સંબંધ શરૂ થયો હતો. પરંતુ હું એની સાથે બહાર ફરવા ગઇ નથી.તે મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે અને હું તેને છોડી દઇશ તો તે આપઘાત કરવાનું કહે છે.
મેં હજુ સુધી તેને કહ્યું નથી કે મારે તેની સાથે સંબંધ ચાલુ રાખવો નથી. તે ઘણો કંટાળાજનક છે. તે મને સહેલાઇથી છોડશે નહીં એ પણ હું જાણું છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ.એ છોકરાને તમે પ્રોત્સાહન આપ્યું હોવું જોઇએ. શક્ય છે કે તેના તમારામાં રસને કારણે તમારો અહમ પોષાયો હોય. તમે એને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હોય.
નહીં તો તે તમારો મિત્ર કેવી રીતે બની શકતે? ખેર, તેને શાંતિથી સમજાવો કે તમે તેના પ્રેમના અતિરેકપણાથી કંટાળી ગયા છો અને હવે આ સંબંધ આગળ વધારવામાં તમને કોઇ રસ નથી. આ વાત તેની સમક્ષ સ્પષ્ટ કરવી જરૂરી છે. શરૂઆતમાં તેને જરા આઘાત લાગશે. પરંતુ પાછળથી બધુ વ્યવસ્થિત થઇ જશે. આમ પણ ગંભીર સંબંધ બાંધવા માટે તમારા બંનેની ઉંમર ઘણી નાની છે.