અહીં યુવતીઓના પ્રાઇવેટ પાર્ટ માં ફિટ કરવામાં આવી રહ્યા છે ગર્ભનિરોધક, ઘણી યુવતીઓની જિંદગી બરબાદ થઈ…

ગ્રીનલેન્ડમાં 1960 થી 70 ના દાયકા સુધી ઇન્યુઇટ જૂથની હજારો મહિલાઓ અને છોકરીઓ સાથે અકલ્પ્ય કંઈક બન્યું અહીં વસ્તી નિયંત્રણના નામે તેના ગર્ભાશયમાં એક ઉપકરણ IUD મૂકવામાં આવ્યું હતું.
જેથી તે તેના જીવનમાં ક્યારેય બાળકને જન્મ આપી શકે નહીં હવે ઘણા વર્ષો બાદ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ આ મામલાની તપાસ કરવા સંમત થયા છે ત્યારે આ એન્ટી પ્રેગ્નન્સી ડિવાઇસનો ભોગ બનેલી મહિલા નાજા લિબર્થે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
60 વર્ષીય નાજાએ જણાવ્યું કે 1970માં જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે નિયમિત શાળાની મેડિકલ તપાસના બહાને તેની અંદર એક IUD ઉપકરણ ફીટ કરવામાં આવ્યું હતું નાજાને તે સમયે ખબર નહોતી કે તે શું છે.
ન તો તેણીને કંઈપણ કહેવામાં આવ્યું હતું આ સાથે નાજાએ કહ્યું કે તે ખૂબ ડરી ગઈ હતી આથી તેણે ઘરે પણ કશું કહ્યું નહીં નાજા કહે છે કે મને યાદ છે કે સફેદ કોટ પહેરેલા બધા ડોકટરો અને કદાચ એક નર્સ પણ.
જ્યારે તે IUD મારા શરીરમાં દાખલ કરવામાં આવી રહ્યું હતું ત્યારે હું ખૂબ જ નર્વસ હતી તેને લાગ્યું કે જાણે તેના શરીરમાં છરીઓ દાખલ કરવામાં આવી રહી છે આ માટે તેના પરિવારના સભ્યોને પણ કહેવામાં આવ્યું ન હતું.
આ સાથે નાજાના એક સહાધ્યાયીને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અમારી સાથે કંઈક ખૂબ જ વિચિત્ર બન્યું હવે નાઝા આ વિશે ખુલીને વાત કરી રહી છે તે ફેસબુક દ્વારા તે મહિલાઓના અનુભવો જાણવાનો પ્રયાસ કરી રહી છે જેમની સાથે આવું બન્યું હતું.
એક ખાનગી વેબસાઈટ અનુસાર 1966થી 1970ની વચ્ચે લગભગ સાડા ચાર હજાર મહિલાઓ અને છોકરીઓના શરીરમાં IUD ડિવાઇસ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા હજુ સુધી આ પ્રક્રિયાના કોઈ નક્કર પુરાવા નથી આ મહિલા નાઝા એ પણ જણાવે છે.
કે ઘણી મહિલાઓએ તેની સાથે આ વિશે વાત કરી હતી તે સમયે આ કોઇલ જેટલી નાની વયની છોકરીઓને ફીટ કરવામાં આવતી હતી તેટલી જ વધુ મુશ્કેલી તેમનામાં જોવા મળતી હતી અન્ય એક મહિલા અર્નાનગુઆક પોલ્સેન પણ આ ઘટનાનો ઉલ્લેખ કરે છે.
અને કહે છે કે વર્ષ 1974માં જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેણે પણ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું તેણે પણ એ જ વાત કહી જે તેણે ભોગવી હતી અન્ય પીડિતા કેટરિન જેકબસને તેણીની પીડા વર્ણવી તેણે જણાવ્યું કે જ્યારે આ કોઇલ તેના શરીરમાં નાખવામાં આવી.
ત્યારે તે માત્ર 12 વર્ષની હતી લગભગ 20 વર્ષથી કેટરીના કોઇલ પેઇન અને સમસ્યાઓથી પીડાતી હતી આખરે તેણે તેનું ગર્ભાશય કાઢી નાખવું પડ્યું તેઓને તેનાથી ક્યારેય સંતાન પણ નહોતું થયું.
વસ્તી નિયંત્રણ માટે શરૂ કરાયેલા આ વિચિત્ર કાર્યક્રમ માટે તે સમયે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કમાં વધુ માહિતી ન હતી પરંતુ જ્યારે તેના સમાચાર બહાર આવ્યા ત્યારે તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી હવે 1960 થી 1991 સુધી ચાલતી તમામ જન્મ નિયંત્રણ નીતિઓની તપાસ કરવાની રહેશે.