પહેલા રીક્ષા ચાલકે અને પછી અન્ય 2 લોકો એ પરણિત મહિલાને બનાવી હવસનો શિકાર... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

પહેલા રીક્ષા ચાલકે અને પછી અન્ય 2 લોકો એ પરણિત મહિલાને બનાવી હવસનો શિકાર…

Advertisement

શ્રમિક પરિણીતા સાથે પરિચિત અને રિક્ષાચાલક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. બાંધકામ સાઇટ પર રૂમમાં ઘુસી જઈ જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતું. આ સમયે પતિ આવી પહોંચતા હોબાળો મચી ગયો હતો.

આ સમયે આરોપીએ પતિ અને પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. બાંધકામ સાઇટ પર સાથે મજૂરી કરતા કલામખાને દુષ્કર્મ આચર્યું હતું.

કલામખાન બાદ રિક્ષાચાલક અને અન્ય સહકર્મીએ પણ જબરજસ્તી દુષ્કર્મ કર્યું હતું. ધાકધમકી આપી હૈદરાબાદ લઈ જઈને પણ જબરદસ્તી કરી હતી. પાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. દુષ્કર્મના અઠવાડિયા બાદ શ્રમિક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાઈ.

આવોજ એક બીજો કિસ્સો,સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા પર પડોશમાં રહેતા યુવકે પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

આ યુવક સતત પરિણીતાને હેરાન અને પરેશાન કરતા આખરે પરિણીતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સુરતમાં મહિસા અત્યાચારોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પ્રકારની ઘટનાઓ સુરત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. નાની બાળાઓ સાથે દુષ્કર્મ અને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ કરતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે વધુ એક આવી ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતા સાત વર્ષ પહેલા તેના ઘર નજીક રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવક તેમના જ મકાનના ત્રીજા માટે ભાડેથી રહેતો મોહમદ સૈયદ સીદ્દીકી હતો. યુવક સાથે પરિણીતાએ મિત્રતા કરી હતી.

જોકે, થોડી મુલાકાત બાદ યુવકે પરિણીતાને કહ્યું હતું કે, તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ. ત્યારબાદ તેણે પતિની ગેરહાજરીમાં પરિણીતાનું જાતીય શોષણ શરૂ કર્યું હતું.

આરોપી ધમકી આપતો હતો કે, જો તું કોઈને કહીશ તો તને પણ જાનથી મારી નાંખીશ.અઢી મહિના અગાઉ ફરી મોહમદ સૈયદ સીદ્દીકી પરિણીતા ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી. પરિણીતાએ ઈન્કાર કરતા તેણીને માર મારી દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો.

મોહમદ સૈયદના ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ આ ઈસમ વિરુદ્ધ ગત 16 મેના રોજ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગતરોજ મજૂરીકામ કરતા 32 વર્ષીય મોહમદ સૈયદ મોહમદ જાવીદ સીદ્દીકી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાસ કરીને આ ઈસમ છેલ્લા સાત વર્ષથી પરિણીતાને હેરાન અને પરેશાન કરતો હોવાની ફરિયાદને આધારે પોલીસે તેને ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button