મંગળવારે કેમ ન ખાવું જોઈએ માસ મટન?,જાણો રસપ્રદ કારણ..

હિંદુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને તમામ સાત દિવસો એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે વેદ અને પુરાણ અનુસાર આ સાત દિવસોમાં કેટલાક દિવસો એવા છે જેમાં કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
એ જ રીતે મંગળવાર પણ એક એવો દિવસ છે જેમાં નોન-વેજ ન ખાવાનું કહેવામાં આવે છે આ દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે મંગળવારનો દિવસ સંકટ મોચન મહાબલી હનુમાનજીને સમર્પિત છે.
આ દિવસે બજરંગ બલીની વિશેષ પુજા-અર્ચના કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો મંગળવારે હનુમાનજીની પુજા અર્ચના કરવામાં આવે તો તેઓ તેનાથી જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાનાં ભક્તોનાં જીવનનાં બધા જ સંકટ અને દુ:ખ દુર કરે છે.
ઘણા લોકો એવા હોય છે જે મંગળવારનાં દિવસે વ્રત રાખે છે તેની સાથે જ ઘણા ઉપાયો પણ અપનાવે છે જેનાથી બજરંગબલીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે.
કે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાથી તે પ્રસન્ન થઈને બધી જ મનોકામનાઓ પુરી કરે છે હિંદુ ધર્મમાં લોકોએ મંગળવારે માંસાહારી ખાવાનું ટાળવું જોઈએ માત્ર મંગળવાર જ નહીં પરંતુ ગુરુવાર અને શનિવાર પણ પવિત્ર માનવામાં આવે છે.
અને આ દિવસોમાં માંસનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે વેદ અને પુરાણ અનુસાર મંગળવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ બધા દિવસો દેવી-દેવતાઓને સમર્પિત હોય છે.
તેથી મંગળવારના દિવસે માંસાહારીનું સેવન ન કરવું જોઈએ મોટાભાગના લોકો મંગળવારે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે તેથી તેઓ માંસનું સેવન કરતા નથી આ દિવસને દેવી-દેવતાઓ સાથે જોડીને પવિત્ર દિવસ તરીકે ઉમેરવામાં આવ્યો છે.
એટલા માટે લોકો મંગળવારે નોન-વેજનું સેવન કરતા નથી મંગળવારે પશ્ચિમ વાયવ્ય અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી યાત્રા કરવી જ પડે તો ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ મંગળવારે ધનનું દાન દેવાથી બચવું જોઈએ.
ખાસ કરીને ઉધારી લેવી નહીં અને આપવી નહીં નહીં તો ધન હાની થઈ શકે છે મંગળવારે બ્રહ્મચર્યાનું પાલન કરવું કારણ કે આ દિવસે પેદા થયેલા સંતાન ઉગ્ર અને ઘમંડી હોય છે મંગળવારે નોનવેજ અને દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
આવું કરવાથી આર્થિક તંગી આવે છે મંગળવારે વાળ અને નખ ન કાપવા નહીં તો ધન હાની થઈ શકે છે મંગળવારનાં દિવસે નોનવેજ કે દારૂનું સેવન ના કરવું જોઈએ.
અને ના તો આ દિવસે તમારે આ વસ્તુઓ ખરીદવી જોઈએ કારણ કે આવું કરવાથી આર્થિક તમારે તંગી નો સામનો કરવો પડે છે આ સિવાય મંગળવારનાં દિવસે લસણ-કાંદા પણ ના ખાવા જોઈએ.