ખેતરના ભાગીયાની દીકરીને ખેતરના માલિકે અને મિત્રએ મળીને વારંવાર હવસનો શિકાર બનાવી.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

ખેતરના ભાગીયાની દીકરીને ખેતરના માલિકે અને મિત્રએ મળીને વારંવાર હવસનો શિકાર બનાવી..

Advertisement

આજના સમયમાં સગીર છોકરીઓ સાથે બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી વખત આપણે સગીર છોકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે કે, આ તાલુકાના એક ગામમાં ભાગિયાની સગીર પુત્રી પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર બાળકી પર ખેતરના માલિક અને તેના મિત્ર દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હાલ ડીસા પોલીસ સ્ટેશનમાં બંને યુવકો સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ ડીસા તાલુકાના એક ગામની સીમમાં ગામ પાસેના ખેતરમાં એક વ્યક્તિ તેના પરિવાર સાથે શેર ખેત તરીકે રહેતો હતો.ભાગિયાને 15 વર્ષની સગીર પુત્રી હતી.

જેના પર ખેતરના માલિકે નજર બગાડતા તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ મહિના પહેલા સગીર પુત્રી ઘરમાં એકલી હતી ત્યારે તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ ખેતરના માલિકે યુવતીને ધમકી આપી હતી કે તે આ અંગે કોઈને કહેશે નહીં.ખેતર માલિકની ધમકીથી યુવતી ડરી ગઈ હતી અને તેણે આ અંગે કોઈને પણ જણાવ્યું ન હતું.

તેનો ફાયદો ઉઠાવીને ખેતર માલિકે ફરી એકવાર તેના મિત્ર સાથે મળીને સગીર યુવતી પર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ વખતે પણ ખેતર માલિક અને તેના મિત્રએ યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારપછી યુવતીએ કોઈ પણ જાતના ડર વગર તેના પરિવારને આખી ઘટના જણાવી. આ પછી પરિવારે ડીસા પોલીસ સ્ટેશનમાં ખેતર માલિક અને તેના મિત્ર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આવોજ એક બીજો કિસ્સો,રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે ભાગીયા તરીકે ખેતમજૂરી કરતી વિધવા માતાની સગીર પુત્રી દુષ્કર્મનો ભોગ બની છે.

આરખી ગામે રહેતા સુરેશ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે એક વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજુરી કરી રહી હતી. જોકે વિધવા મહિલા પોતાના પરિવાર સાથે ખેતરમાં જ છાપરું બાંધીને રહેતી હતી.

વિધવા માતા મોત પ્રસંગે બેસણામાં ગયા હતા, તે સમયે સગીર દીકરી એકલી ઘરે હતી. સગીરા પોતાના ખેતરમાં નીંદણ વાવવા ગઈ તે સમયે એકલતાનો લાભ લઈ સુરેશ પટેલ ખેતરમાં આવી ગયો અને સગીરા સાથે ખેતરમાં જ દુષ્કર્મ આચર્યુ હતું.

જોકે તે બાદ સગીરાની હાલત લથડતાં તે જ સમયે બેસણામાંથી પરત ફરેલી તેની માતાને પોતાની હાલત લથડી હોવાનું જણાવ્યુ હતું. માતાએ પૂછપરછ કરી તો સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. વિધવા માતા સગીરાને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.

ત્યારે માતે પાંથાવાડા પોલીસ મથકે પહોંચી હતી, અને દુષ્કર્મ ગુજારનાર ખેતર માલિક સુરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સુરેશ પટેલ સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે સમગ્ર ઘટનાને લઈ ખેતર માલિક સામે સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો છે. દીકરીના માતા દ્વારા આપેલ ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ, એટ્રેસિટી સહિતની કલમો લગાવી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button