યુવક ની બન્ને કિડની ફેઈલ થઈ જતા માં મોગલ ની માનતા રાખી,એવો ચમત્કાર થયો કે યુવક તરત જ મોગલધામ પોહચ્યો..

ભારત દેશમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો છે. દરેક મંદિર સાથે ઈતિહાસ અને પૌરાણિક કારણ જોડાયેલ છે. આજે પણ એવા અનેક મંદિરો છે જ્યાં દૈવી શક્તિના દર્શન સતત થતા રહે છે.
આજે અમે તમને એવા જ એક ચમત્કારિક નિવાસ વિશે જણાવીશું. આઈ શ્રી મોગલ માતાજીનું નિવાસસ્થાન કબરાઈમાં આવેલું છે. લોકોને મણિધર બાપુમાં દૈવી શક્તિ દેખાય છે.
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
કહેવાય છે કે ભગુડા ગામ એજ મોગલધામ ત્યારે આજે આપણે મોગલના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મા મોગલના અનેક પરચાઓ વિશે તમે સાંભળ્યું જ હશે.થોડાં સમય પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો.
આ વીડિયોમાં એક પિતા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામમાં માં મોગલના મંદિરે આવ્યા હતા. પિતાએ કહ્યું કે, મારા દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ છે. અનેક દવાઓ કરી હોવા છતાય કોઈ ફરક પડ્યો નથી.
ત્યારે મણીધર બાપુ એ દીકરાના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે મારી કિડની તું લઇ લે અને તારી કિડની મને આપી દે. લોકો આ વીડિયો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
પોતાનું માનેલું કામ પૂર્ણ થતા લોકો મોગલ ધામ આવીને હજારો લાખો રૂપિયા ચઢાવવા માટે આવે છે. બાપુ એક રૂપિયો ઉમેરી તેમને પાછા આપે છે અને આ પૈસા બહેન દીકરીને આપી દેવાનું પણ કહે છે.
આવોજ એક બીજો ચમત્કાર થોડા સમય પહેલા એક યુવક 20,000 હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે મોગલધામ આવ્યો હતો.ત્યારે મણિધર બાપુએ કહ્યું કે તેને પૂછ્યું કે શેની માનતા હતી તો યુવકે કહ્યું કે તેને એક સરકારી નોકરી જોઈતી હતી.
તે ઘણા સમયથી સરકારી નોકરી મળે તેની માટે દિવસ રાત મહેનત કરતો હતો. પણ થોડા માર્કસે તે પરીક્ષા પાસ કરવાથી રહી જતો હતો.
તો યુવકે માં મોગલની માનતા રાખી કે હે માં મોગલ જો મને સરકારી નોકરી મળી ગઈ તો હું કબરાઉ ધામ આવીને તેમને પોતાનો પહેલો પગાર ભેટમાં આપીશ અને યુવકની મહેનત અને માં મોગલના આશીર્વાદથી યુવકે સરકારી પરીક્ષા પાસ કઈ દીધી અને યુવકને સરકારી નોકરી મળી ગઈ.
યુવકને સરકારી નોકરી મળતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને જ્યારે યુવકનો પહેલો પગાર આવ્યો. તો યુવક તે પોતાના પગારના 20 હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચ્યો.
તો મણિધર બાપુએ કહ્યું કે માં મોગલે તારી માનતા સ્વીકારી તું આ પૈસા તારી બેનને આપજે માં મોગલ ખુબજ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પરના વિશ્વાસ ના કારણે તારું કામ પૂરું થયું છે.