યુવતીઓ સાવધાન,વિધર્મી યુવકે લગ્ન ની લાલચ આપી હોટલ માં બોલાવી આખી રાત બળાત્કાર કર્યો,અને સવારે..

સવારે..
રાજકોટ શહેરમાં રહેતી 25 વર્ષીય યુવતીને વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી હોટેલના રૂમમાં લઈ જઈ અવારનવાબ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે આરોપી ફૈઝલ ઉર્ફે નવાબ મયુદ્દીનભાઇ પીપરવાડીયા, ફેઝલની માતા હસીનાબેન પીપરવાડીયા અને માસા સરફરાઝભાઇ અને માસી રોશનબેન વિરૂદ્ધ IPC 376 (2) (N), 323, 504, 114 મુજબ ગુનો નોંધ્યો છે.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ફૈઝલ સાથે મારી મિત્રતા 6 મહિના અગાઉ મારા મિત્ર કાના મારફત થઈ હતી.
બાદમાં અમારી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. ફૈઝલે મને લગ્ન કરવા છે તેવી વાત કરી હતી. ત્યારબાદ આજથી ચારેક મહિના પહેલા તે મને માલવીયા ચોકની તિલક હોટલે મળવા બોલાવી રૂમમાં લઈ ગયો હતો.
શાંતિથી વાતચીત કરવાના બહાને રૂમમાં લઈ ગયા બાદ તેણે મારી સાથે બળજબરી આચરી હતી અને લગ્ન કરવા જ છે તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ અવારનવાર લગ્નની લાલચ આપી મને હોટેલમાં બોલાવી હતી અને શરીરસંબંધ બાંધી લીધા હતાં.
છેલ્લે 26 ઓક્ટોબરના રોજ ફરીથી નાનામવા સર્કલ પાસેના બગીચામાં મને બોલાવી હતી અને ફરીથી લગ્ન થવાના જ છે તેમ કહી હોટેલમાં લઇ ગયો હતો અને લગ્નના વાયદા આપી જો તું બીજા સાથે લગ્ન કરીશ તો હું તોડાવી નાખીશ, હું જ તારી સાથે લગ્ન કરીશ કહી ફરીથી દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં હું રૂમમાંથી બહાર નીકળી હોટેલના કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે ત્યાં આરોપી ફૈઝલ, તેની માતા, માસા અને માસીએ ગાળો આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આવોજ એક બીજો કિસ્સો,દુષ્કર્મ જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 17 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે વર્ષ અગાઉ વિશાલ જગદીશભાઇ સોલંકી નવરાત્રી દરમિયાન મુલાકાત થઇ હતી. એકાદ વર્ષ અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી. દરમિયાન વિશાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીની માતાએ એક તબક્કે વિશાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં વિશાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.
ત્રણથી ચાર મહિના યુવતીને સાથે રાખી દરમિયાન વિશાલના પરિવારજનો મારઝુડ કરતાં હતાં. પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે વિશાલ સોલંકી વાલીબેન, કાજલબેન અને કિરણબેન જીગર સામે ગુનો નોંધ્યો છે.