48 કલાક માં ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ની આગાહી

રાજ્યમાં અને અનેક જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.ખાસ વાત એ છે કે ગરબા પ્રેમીઓ તેમજ ગરબાના આયોજકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં એક અલગ જ ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી.
આ સાથે નવસારી જિલ્લાના ગાંડવી તાલુકાની અંદર હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને બેલીમોરા ગાંડવી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા ભારે વરસાદ થયો હતો.
આટલા ભારે વરસાદને કારણે ગરબાના આયોજકોમાં પણ એક અલગ પ્રકારની ચિંતા જોવા મળી હતી. પોરબંદર જિલ્લાના ગામ બંદરમાં ભારે વરસાદ પડ્યો હતો અને જિલ્લાના બોક્સર ચોલિયાણા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
જેના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થવાની સંભાવના છે.હવામાનશાસ્ત્રી અંબાલાલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નવરાત્રિમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોવા મળશે અને પાંચમ સુધી વરસાદ પડશે.
ખૂબ જ તીવ્ર પવનો આવી શકે છે અને 3 થી 5 તારીખ સુધી રાજ્યના વાતાવરણમાં પણ પડી શકે છે. ચોમાસાની વિદાય સંદર્ભે, રાજ્યના કેટલાક ભાગોમાં ઓક્ટોબરની શરૂઆતથી ચોમાસું વિદાય લેશે અને 10 થી 11 તારીખ દરમિયાન પણ શરદ પૂનમની રાત્રે ઘેરા વાદળછાયું આકાશ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી પૂરું થવા આગળ વધતું ચોમાસુ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે 13 ઓક્ટોબર સુધી લંબાય તેવી ધારણા છે.
દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો છે. છેલ્લે પડેલો વરસાદ ખેડૂતોને રાહત આપી શકે છે. જોકે, ડાંગર, કપાસ, સોયાબીનના ઉભા પાકને અસર કરી શકે છે. આંકડા મુજબ દેશમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા 6 ટકા વધુ એટલે કે, 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં 925 મી.મી. વરસાદ પડ્યો હતો.
જોકે, 28 ટકા જિલ્લામાં વરસાદ અપૂરતો રહ્યો હતો. બીજી તરફ 110.27 મિલિયન હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું હતું. જે ગત વર્ષ કરતા 0.85 ટકા ઓછું છે.