સરકારી નોકરી મળી જાય એવી માં મોગલનો માનતા રાખી,થોડા જ સમય માં થયો ચમત્કાર યુવક આવ્યો..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
કહેવાય છે કે ભગુડા ગામ એજ મોગલધામ ત્યારે આજે આપણે મોગલના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મા મોગલના અનેક પરચાઓ વિશે તમે સાંભળ્યું જ હશે.
તેઓ પોતાના કોઈપણ ભક્તની દુઃખ-દર્દમાં જોઈ શકતા નથી. સાચા દિલથી માંગવામાં આવેલી દરેક મનોકામનાઓ મા મોગલ હર્ષભેર પૂર્ણ કરે છે. માં મોગલ વિશે તો જેટલી કથાઓ કહીએ એટલી ઓછી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં મા મોગલ ના ચાર ધામો આવેલા છે. જે પૈકીનું એક છે કાબરાઉ સ્થિત મોગલ ધામ. અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. માં મોગલ એ તો હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે.
થોડા સમય પહેલા એક યુવક 20,000 હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે મોગલધામ આવ્યો હતો. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે તેને પૂછ્યું કે શેની માનતા હતી તો યુવકે કહ્યું કે તેને એક સરકારી નોકરી જોઈતી હતી.
તે ઘણા સમયથી સરકારી નોકરી મળે તેની માટે દિવસ રાત મહેનત કરતો હતો. પણ થોડા માર્કસે તે પરીક્ષા પાસ કરવાથી રહી જતો હતો.
તો યુવકે માં મોગલની માનતા રાખી કે હે માં મોગલ જો મને સરકારી નોકરી મળી ગઈ તો હું કબરાઉ ધામ આવીને તેમને પોતાનો પહેલો પગાર ભેટમાં આપીશ અને યુવકની મહેનત અને માં મોગલના આશીર્વાદથી યુવકે સરકારી પરીક્ષા પાસ કઈ દીધી અને યુવકને સરકારી નોકરી મળી ગઈ. યુવકને સરકારી નોકરી મળતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને જ્યારે યુવકનો પહેલો પગાર આવ્યો.
તો યુવક તે પોતાના પગારના 20 હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચ્યો તો મણિધર બાપુએ કહ્યું કે માં મોગલે તારી માનતા સ્વીકારી તું આ પૈસા તારી બેનને આપજે માં મોગલ ખુબજ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પરના વિશ્વાસ ના કારણે તારું કામ પૂરું થયું છે