ગાયિકા કિંજલ દવે હવે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ગીત નહીં ગાઇ શકે,કારણ જાણીને વિશ્વાસ નહીં થાય..

ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી જાણીતી બનેલી ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
હકીકતમાં મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. એટલે કે હવે કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે.
કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જસ્ટિસ આનંદલિપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયોને સીડી અને કેસેટ પર કોપીરાઈટ કરેલા ગીતો ન વેચવાનો આદેશ આપ્યો હતો.
રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા કોપીરાઈટ કેસમાં કોર્ટના ચુકાદા સુધી ગીતને લાઈવ કોન્સર્ટમાં વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નોંધનીય છે કે 20 ડિસેમ્બર 2016થી આરડીસી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ગીતો અપલોડ કરીને લોકપ્રિય બની હતી.
જાન્યુઆરી 2017માં, રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે નવેમ્બર 2015માં ગીતની કલ્પના કરી હતી. 29 સપ્ટેમ્બર 2016 ના રોજ, તેણે કાઠિયાવાડી કિંગ્સની YouTube ચેનલ પર વિડિઓ અપલોડ કર્યો. એટલે કે, આ કોપીરાઈટ ગીતનો માલિક કાર્તિક પશેલ છે.
અહેવાલ મુજબ, કિંજલ દવેએ નાના ફેરફારો સાથે ગીતની નકલ કરી હતી. કિંજલ દવેને નોટિસ મોકલે છે. 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટમાં હાજર રહી ન હતી. કોર્ટે કહ્યું કે કાર્તિક પટેલે આ ગીત અગાઉ કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર અપલોડ કર્યું હતું.