62 વર્ષે કાકાને જાગ્યો હવસનો કીડો,મહિલાને પકડી જબરદસ્તી ગુજાર્યો બળાત્કાર, પૂછતાં કહ્યું કે…

સંસ્કારી નગરી વડોદરાના પાદરામાં એક વૃદ્ધે મંદ બુદ્ધિની દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. યુવતીને બે વાર દુષ્કર્મનો શિકાર બનાવી હતી. યુવતી મદદ માટે બુમો પાડી રહી હતી. ત્યારે આધેડ યુવતીને માર મારતો હતો. યુવતીના અનેક અંગો પર ગંભીર ઇજાઓ પહોંચી છે. યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થ ખસેડવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પાદરામાં શર્મનાર કરે તેવી ઘટના બનતા સમગ્ર પથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક આઘેડ હેવાન બનીને મંદ બુદ્ધિની દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીને બે વાર હવસનો શિકાર બનાવી ઢોર માર માર્યો હતો.
યુવતી મદદ માટે બુમો પાડતી રહી અને આધેડ યુવતીને માર મારતા યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થ ખસેડાઇ છે આ ઘટના બાદ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવોજ એક બીજો કિસ્સો,યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં એક વિધર્મી યુવકે કરોડપતિ બિલ્ડરની પુત્રીની જિંદગી ઝેર કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ જ કડીમાં હવે વડોદરામાં એક વિધર્મી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
આ કેસમાં યુવતી એમ.કોમનો અભ્યાસ કરી રહી છે જ્યારે આરોપી યુવક સીએનો અભ્યાસ કરી રહ્યો છે. આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અને આરોપી યુવક કૉલેજ વખતના મિત્રો છે.
બંને વચ્ચે કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયા હતા. મે-2022 દરમિયાન યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા.
પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપી યુવકે પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ગત માર્ચથી મે મહિના દરમિયાન આરોપી યુવક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો વાયરલ થઈ જવાના ડરે યુવતી ખૂબ ડરી ગઈ હતી.
જોકે, સતત ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારની મદદથી યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.