તપાસ કરાવવા ડોક્ટર પાસે ગઈ હતી મહિલા,હવસખોર ડોક્ટરે એકલતા નો લાભ લઇ જબરદસ્તી હવસનો શિકાર બનાવી..

કોડીનારમાં આયુર્વેદિક વૈદ્ય ડાક્ટર દ્વારા નિઃસંતાન મહિલા દર્દીને તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે બાળક થતું નથી કહીને નિદાન સમયે વિધિ કરવાના બહાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની પીડિતાએ પોલીસમાં જણાવેલ વિગત મુજબ કોડિનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરણિતાના લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થતા અનેક ડાક્ટરને બતાવવા છતાં કોઈ પરિણામ ન આવતા.
તેણીની સાસુએ કોડીનારમાં આયુર્વેદિક ડોકટર હરીભાઈ સોલંકીને ત્યાં નિદાન કરવાની સલાહ આપી હતી. જેથી પરણિતા અને તેની સાસુ 18 દિવસ પહેલા ડાક્ટર હરીભાઈ સોલંકી પાસે જતા તપાસીને 10 દિવસની દવા આપી હતી.
જે દવા પુરી થતા ફરી ડાક્ટર પાસે નિદાન માટે જતા પરણિતાને તપાસી તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે તમને બાળક થતું નથી એમ કહીને 8 દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્તુ લઇને આવશો તો તમારી સમસ્યાનું નિવારણ કરી દઈશ.
એવું કહેતા પરણિતા અને તેની સાસુ બીજે દિવસ બપોરના બધી વસ્તુઓ લઈને ડોકટર પાસે ગયા હતા. મોકો જોઈને ડોકટર હરીભાઈ સોલંકીએ પરણિતાની સાસુને બહાર બેસાડી હતી અને પરણિતાને રૂમની અંદર લઈ જઇ કપડાં કાઢીને પાનેતર પહેરી લો, મારે વિધિ કરવી છે.
એવું કહેતા પરણિતાએ કપડાં કાઢી પાનેતર પહેરી લીધું હતું. બાદમાં ડોકટરે પરણિતાની કમરે દોરો બાંધીને કોઈ વિધિ કરી પરણીતાને કાગળના પડીકા આપી આને નદીમાં પધરાવી દેવાનું કહયું હતું.
ત્યારબાદ પરણીતાના કપડાં કઢાવીને ડોકટરે પોતે પણ નિર્વસ્ત્ર થઈને પરણિતાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પીડિતાએ દવાખાનેથી જ પરિવારજનોને ફોન કરીને બોલાવી સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા હોબાળો મચી ગયો હતો.
બાદમાં પીડિતાએ પરીવારજનો સાથે કોડીનાર પોલીસ સ્ટેશને જઇ આયુર્વેદીક ડાક્ટર હરીભાઈ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પીઆઈ એસ. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.