ગુજરાતના આ મંદિરમાં માત્ર 1 કિલો મીઠું ચડાવવાથી ગમે એવી વર્ષો જૂની બીમારી થઈ જાય છે દૂર..

આમ તો તમે ભારતમાં દેવી-દેવતાઓના ઘણા ચમત્કારી મંદિરો જોયા જ હશે. મંદિરોના ચમત્કારો વિશે પણ ઘણી વાર્તાઓ અને ઘણી વસ્તુઓ સામે આવે છે. દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.
સાથે સાથે બધા જ મંદિરોમાં કેટલાય ચમત્કાર અને પરચાઓ જોવા મળે છે.આજે આપણે એક એવા જ પરચા રૂપી મંદિરો વિષે જાણીએ.આજે આપણે ગુજરાતના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં કહેવાય છે કે મંદિરમાં 1 કિલોનો માનતા રાખવામાં છે અને માનતા પૂર્ણ થયા બાદ તેમાં 2 કિલો મીઠું ભેળવીને લાપસિયા ખાવાનું કહેવામાં આવે છે.
આ મંદિર રાજકોટ નજીક આવેલું છે, અમદાવાદ હાઈવેની બાજુએથી આવતા આ મંદિર માલ્યાસણ ગામથી 5 કિમીના અંતરે આવેલું છે. તો, આ મંદિર ભીચરી માતાનું છે, ભીચરી માતા એટલે ખોડિયાર માતાનું. જ્યાં ખોડિયાર માની સાતેય બહેનો એકસાથે બેઠી છે.
મંદિરની ખાસ વાત એ છે કે તેની બાજુમાં એક લાપસિયા છે, જે લગભગ સાડા પાંચસો વર્ષ જૂનું છે. ભીચરિમાતાના મંદિરના પૂજારી પિન્ટુભાઈ ગોંડલીયાના જણાવ્યા મુજબ જે પણ ભાવિક ભક્ત આવે તો મંદિરની બાજુમાં ભીચરિમાતાની બે અવદાઈ માતા બિરાજમાન છે.
જેને ભીચરિમાતા જ કહેવાય છે. ત્યાં જઇ પહેલા તમારી જે કઈ તકલીફ હોય તેને મોઢેથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થના કરવાની કે માતાજી તમે સારું કરી દેશો તો હું 1 કિલો મીઠું નાખીશ, સારું થશે તો 2 કિલો મીઠું નાખીને લાપસી ખાવા આવીશું.
પૂજારીઓ પણ તિથિ દરમિયાન મંદિરમાં રાત રોકાઈ શકતા નથી. સફેદ દાગ, કાળા ડાઘ, મસા, પાઈલ્સ, ખરજવું, ગઠ્ઠો, ચકામા, પથરી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, કમરનો દુખાવો, પગનો દુખાવો, હાથનો દુખાવો જેવી કોઈ સમસ્યા હોય તો કોઈપણ રોગ મટે છે.
અષાઢી બીજના દિવસે અહીં ભીચરિમાતાનો લાપસી ઉત્સવ ભરાય છે. આ મંદિરમાં દર રવિવારે મંદિર તરફથી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો તેમનો માનતા પૂરો કરવા આવે છે