માનતા પુરી થતા યુવક પૈસા લઈને મોગલ ધામમાં માનતા પુરી કરવા પોહચ્યો,પણ મણિધર બાપુ એ શુ કહ્યુ..

ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે.
તો તેની મનોકામના પૂર્ણ થાય છે. માં મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.
એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.
મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.
માં મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.
થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5100 લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવ્યો હતો. ત્યારે 5100 રૂપિયા મણીધર બાપુને આપ્યા અને આશીર્વાદ લીધા.
મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે તે શેની માનતા રાખી હતી ત્યારે યુવકે કહ્યું મે એક માનતા રાખી હતી જે પૂરી થતાં હું 5100 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે આવ્યો છું.
મણીધર બાપુએ 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપી દે જે માં મોગલ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર જે વિશ્વાસ રાખ્યો તેના કારણે તારી માનતા પૂરી થઈ છે.
મણીધર બાપુએ યુવકને વધુમાં કહ્યું કે માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની મનોકામ નાઓ પૂરી કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી. એ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે.
આ ઉપરાંત અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પાછો ગયો હોય.
માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે. માતા મોગલના પરચા અપરંપાર છે. માં મોગલને યાદ કરતાં જ માતા ભક્તોના દુખડા દૂર કરી દે છે.
આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે